મનપા દ્વારા ફૂડ ચેકિંગ દરમિયાન હાઈજેનિક કંન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટિસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન મિચીસ રેસ્ટોરેન્ટ ફાસ્ટ ફૂડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ, ઇન્દિરા સર્કલ પાસે, રાજકોટની તપાસ કરતાં સ્થળ પર ફિઝમાં લાંબા સમયથી સંગ્રહ કરેલ નુડલ્સ, પાસ્તા, રાઇઝ, બાફેલા સલાડ વગેરે વાસી અખાદ્ય જણાતા કુલ 9 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ સ્ટોરેજ અને હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે તથા લાયસન્સ બાબતે નોટિસ ફટકારી હતી.
- Advertisement -
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ઇ.ગ.જ. ફૂડ હોસ્પિટાલિટી – સેફ ફેટસો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડની તપાસ કરતાં સ્થળ પર ફિઝમાં સંગ્રહ કરેલ એકસપાયરી ડેટ વીતેલ ચીઝ ડીપ,મંચુરિયન તથા ચીલી સોસ વાસી અખાદ્ય જણાતા કુલ મળીને 7 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો તેમજ હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ સંજય ખમણ હાઉસ, નવલનગર-2, મવડી મેઇન રોડની તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય જણાયેલ લીલી ચટણીનો કુલ 6 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ, બિન હરીફ ફાસ્ટફૂડ, સદગુરુ તીર્થધામ પાસે, રૈયા રોડની તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય જણાયેલ પ્રિપેર્ડ ફૂડ તથા ડેરી પ્રોડક્ટસનો કુલ મળીને 4 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ, રાજમંત્ર કોલ્ડ્રિંક્સ, ડો. યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમ સામેની તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલ પડતર ફ્રોઝન ફ્રૂટનો કુલ મળીને 3 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે તથા લાયસન્સ બાબતે નોટિસ, નવરંગ ડેરી ફાર્મ, મેહુલનગર મેઇન રોડ, તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલ પડતર મીઠાઇનો કુલ 1 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ ખાદ્યચીજોના પેકિંગ પર મેન્યૂફેકચર ડેટ તથા યુઝ બાય ડેટ દર્શાવવા તેમજ યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.
પ્રયોશા રેસ્ટોરેન્ટ, ફાલ્કન રોડ, પ્રશાંત કાસ્ટીંગ સામે તથા બડીઝ પીઝા, ઇન્દિરા સર્કલ પાસેની તપાસ કરતાં સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. મસાલાની સિઝનને અનુલક્ષીને કરવામાં આવેલ સ્પેશ્યલ ડ્રાઈવ અંગે ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ મસાલાના કુલ 10 નમૂના લેવામાં જેમાં તુલસી મરચું પાવડર, જલારામ મસાલા ભંડાર, સંત દેવીદાસ અમરદેવીદાસ, શ્રી રામ મસાલા ભંડારના મરચું પાવડર, હળદર, જીરુ, ધાણાના નમૂના લેવામાં આવેલ.



