શિવસાગર જ્યુસ પાર્લર, મહેશ વિજય ડેરી ફાર્મ સહિતના સ્થળો પર કેરીના રસના નમૂના લેવાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના ગિરિરાજ હોસ્પિટલ રોડ 150 ફૂટ રીંગ રોડ વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 7 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપવામાં આવી તેમજ ખાદ્ય ચીજોના કુલ 18 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. આજરોજ ફૂડ વિભાગની ટીમ દ્વારા પટેલ પાન, ગણેશ ડેરી ફાર્મ, જય સિયારામ પાણીપુરી, ઉમિયા કોલ્ડ્રિંક્સ, સિદ્ધિ પ્રોવિઝન સ્ટોર, ક્રિષ્ના શોપિંગ સેન્ટર, આનંદ સ્ટોર્સને લાઈસન્સ મેળવવા બાબતે નોટીસ ફટકારવામાં આવી હતી અને જલારામ ગાંઠીયા, રામદૂત ડેરી એન્ડ ફરસાણ, સુમિત પ્રોવિઝન, ભોલા જનરલ સ્ટોર્સ, આઈ મોગલ ડેરી ફાર્મ, યમ્મીમમ્મી મેંગો લવર, પટેલ નાસ્તા હાઉસ, બ્લેક સ્ટાર મોકટેલ, ક્રિષ્ના સુપર માર્કેટ, ગોવર્ધન ડેરી ફાર્મ, શ્રીજી લાઈવપફ, ક્રિષ્ના ચાઈનીઝ પંજાબી, પટેલ ડાઈનીંગ હોલની ચકાસણી કરવામાં આવી હતી તેમજ ઉનાળાની સિઝનને અનુલક્ષીને ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કેરીના રસના કુલ 14 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં શિવસાગર જ્યુસ પાર્લર, મહેશ વિજય ડેરી ફાર્મ, પટેલ આઈસ્ક્રીમ, જય દ્વારકાધીશ રસ, ભોલેનાથ રસ સેન્ટર, જય બજરંગ જ્યુસ સેન્ટર અને ગોકુલ રસ ભંડાર સહિતનાઓને ત્યાંથી મેંગો મિલ્ક શેઈકના નમૂના લેવામાં આવ્યા હતા.
આજે વિશ્ર્વ ખાદ્ય સુરક્ષા દિનની ઉજવણી
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા ફૂડ વિભાગ તથા એનજીએ. સમજુ દેશી સોસાયટી, રાજકોટ દ્વારા આજરોજ વિશ્ર્વ ખાદ્ય સુરક્ષા દિન તરીકે ઉજવવામાં આયોજન કર્યું છે. આ દિવસે જાહેરજનતાને ફૂડ સેફ્ટી અંગે માહિતી અને સમજણ મળી રહે તથા ખાદ્યચીજોમાં થતી ભેળસેળ (એડલ્ટ્રેશન)ની માહિતી આપવામાં આવશે તેમજ ખાદ્યચીજોમાં ભેળસેળ તપાસવા અંગેના લાઈવ ડેમોસ્ટ્રેશન દર્શાવવા માટે સાંજે 6થી 9 વાગ્યા સુધી બાલભવન ગેટ પાસે, રેસકોર્સ ખાતે જાહેરમાં પ્રદર્શન રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.