અમૂલ ચીઝ અને પિનટ બટરના નમૂના લેવાયા, 5 પેઢીને લાઇસન્સ મેળવવા તેમજ હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ
ખાસ-ખબર સંવાદદાતા
ફૂડ વિભાગ દ્વારા મહીકા રોડથી જૈન દેરાસર રોડ -ભાવનગર રોડ વિસ્તારમાં આવેલી ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 27 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચકાસણી દરમિયાન કુલ 86 કિ.ગ્રા. એક્સપાયરી વાસી, અખાદ્ય ખોરાકનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અને 5 પેઢીને લાઇસન્સ મેળવવા તથા યોગ્ય સ્ટોરેજ તેમજ હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. જ્યુબિલી શાક માર્કેટમાં આવેલી દરિયાલાલ ટ્રેડર્સમાંથી ક્રીમીલાઈટ ચીઝ, લાતી પ્લોટમાં આવેલી ઓમ એન્ટરપ્રાઈઝમાંથી અમૂલ ચીઝ તથા અમૂલ પીનટ સ્પ્રેડના નમૂના લેવામાં
આવ્યા હતા. ધરતી સેલ્સ એજન્સી – 270 બોટલ સોફ્ટડ્રીંક-કુલ 54 લી. તથા 7 કિ.ગ્રા. પેક્ડ નમકીન એક્ષ્પાયરી ડેટ વીતેલી હોય સ્થળ પર નાશ કરવામાં આવ્યો. તથા હાઇજિનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટિસ અપાઈ તથા જય અંબે ફૂડ્સ – બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં સ્ટોરેજ કરેલ 25 કિ.ગ્રા ચણા અખાદ્ય જણાતા નાશ કરવામાં આવ્યો. આ સિવાય અન્ય પાન માવાની દુકાન તથા ડેરીમાં ચેકિંગ કરીને લાયસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.