સ્માર્ટફોન હાલ ખૂબ જ જરૂરી ડિવાઈઝ બની ચુક્યું છે. તેના વગર આપણા કોઈ કામ શક્ય નથી. તેમાં ઘણી મુશ્કેલીઓ પણ આવે છે. ઘણી વખત લોકો ફરિયાદ કરે છે કે ચાર્જિંગના કારણે તેમનો ફોન ખરાબ થઈ ગયો. ઘણા લોકો ખોટી રીતે પોતાનો ફોન ચાર્જ કરે છે. તેના કારણે મુશ્કેલીઓ આવે છે. તમે ફોન ચાર્જ કરતી વખતે અમુક ટિપ્સ ફોલો કરીને ફોન સેફ રાખી શકો છો.
ઓરિજિનલ ચાર્જરનો જ કરો ઉપયોગ
ઘણા લોકો સ્માર્ટફોનને કોઈ પણ ચાર્જરથી ચાર્જ કરી નાખે છે. આવી ભૂલ ન કરો. તમારે હંમેશા ફોનને ઓરિજિનલ ચાર્જરથી જ ચાર્જ કરવું જોઈએ. ઓરિજિનલ ચાર્જર ખરાબ થવાની સ્થિતિમાં માર્કેટથી સપોર્ટેડ ચાર્જર અથવા ઓરિજનલ ચાર્જર જ ખરીદો.
- Advertisement -
ચાર્જિંદ વખતે ફોનનો ન કરો ઉપયોગ
ઘણા લોકો ફોન ચાર્જ પર લગાવીને તેનો ઉપયોગ કરવા લાગે છે. આ ખૂબ જ ખતરનાક છે. ફોનને ચાર્જ પર લગાવીને ક્યારેય હેવી કામ જેવા કે ગેમ રમવી, કેમેરા યુઝ કરવો જેવા કામ ન કરો. તેનાથી પ્રોસેસરનો યુઝ વધી જાય છે અને ફોનની ક્સ્ટ્રા હિટ થવા લાગે છે.
લાંબા સમય સુધી ન કરો વોલ્ટેજ પાવર સપ્લાયનો યુઝ
ફોનને લાંબા સમય સુધી પાવર બેંક, લેપટોપ અથવા લો કરંટથી ચાર્જ ન કરવું જોઈએ. આ વસ્તુઓને ફક્ત ઈમરજન્સી સુધી જ સીમિત રાખવું જોઈએ. લો-વોલ્ટેજથી ચાર્જ થતા ફોનની બેટરી લાંબા સમય સુધી નથી ચલતી અને ખરાબ થઈ જાય છે.
- Advertisement -
ચાર્જ કરતી વખતે ફોનને તકિયાની નીચે ન મુકો
ઘણા લોકો ફોનને ચાર્જ કરતી વખતે પોતાના તકિયાની નીચે તેને રાખીને સુઈ જાય છે. આ ખૂબ જ ખતરનાર સાબિત થઈ શકે છે. ફોન ચાર્જ થતી વખતે હિટ જનરેટ કરે છે. તેને નિકળવા માટે જગ્યા જોઈએ છે. ઘણી વખત એવી સ્થિતિમાં બેટરી ડેમેજ થવાના ચાન્સ ખૂબ વધી જાય છે.
વારંવાર ચાર્જ ન કરો ફોન
ફોનને ચાર્જમાં લગાવ્યા પહેલા તેને 50 ટકા સુધી ડિસ્ચાર્જ થવા દો. સતત ચાર્જ કરવાથી બેટરીની લાઈફ ઓછી થઈ જાય છે. તમારે આ વાતોનું ધ્યાન ફોન ચાર્જ કરતી વખતે રાખવાનું રહેશે.