દોઢ વર્ષમાં બ્લોક ઉખડી ગયા, લાદીઓ તૂટી, દીવાલોમાં તિરાડો, ગટર ઉભરાવવા સહિતનાં પ્રશ્ર્ને ફ્લેટધારકો હેરાન-પરેશાન
પૂરતી એમેનિટીઝ ન અપાતાં 21 ફ્લેટધારકોએ રેરામાં ફરિયાદ નોંધાવી
- Advertisement -
રાજકોટના માધાપર ચોક પાસે આવેલા ધ સ્પેસ નામના ફ્લેટમાં ફ્લેટધારકોને એમેનિટીઝ પૂરતી આપવામાં ન આવતા 21 ફ્લેટધારકોએ રેરામાં ફરિયાદ નોંધાવી છે. બિલ્ડરોએ બાંધકામમાં લોટ, પાણીને લાકડા જ વાપર્યા હોય તેવું લાગી રહ્યું છે. બિલ્ડિંગમાં રહેતા લોકોએ બિલ્ડર રશ્મીકાંત પોપટ અને રણજીત પીઠડિયા વિરૂદ્ધ અરજી કરી છે કે, જે કંઈ સુવિધાઓ આપવાનો વાયદો બિલ્ડર દ્વારા કરવામાં આવ્યો હતો. તેવા પ્રકારની કોઈપણ સુવિધા આપવામાં આવી નથી. બ્રોશરમાં દર્શાવ્યા મુજબ પ્રોજેક્ટમાં ઘણીબધી ખામીઓ રાખી દેવામાં આવી છે. ધ સ્પેસ સી વિંગના 102 નંબરના ફ્લેટમાં રહેતા મુકુંદભાઈ રાવલે ખાસ ખબર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બિલ્ડરોએ બ્રોશરમાં જે પ્રમાણે ક્લબ હાઉસ, પાર્કિંગ, સ્વિમીંગ પુલ બતાવ્યો છે તે પ્રમાણેની સુવિધાથી ફ્લેટ ધારકોને વંચિત રાખવામાં આવ્યા છે. જ્યારે બિલ્ડિંગનું હલકી ગુણવત્તાવાળુ બાંધકામ કરેલું છે.
- Advertisement -
જેથી અવારનવાર ફરિયાદ કરીએ છીએ. પરંતુ તેનો કોઈ ઉકેલ આવતો નથી. હલકી ગુણવત્તાવાળા બાંધકામના કારણે ફ્લેટધારકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રેરા અને મહાનગરપાલિકામાં જે રીતે એમેનિટીઝ મુજબનો પ્લાન રજૂ કરાયો છે. તેવું હકીકતમાં કંઈ જ નથી. તેમણે યૂ ટ્યુબ પર પોતાની ચેનલમાં તમામ એમિનીટીઝ મુકેલી છે. જેમાં રીઝર્વ પાર્કિંગ, વીડિયો ડોર પણ દર્શાવવામાં આવેલું છે. તેવી કંઈ ફેસિલિટી બિલ્ડરો દ્વારા આપવામાં આવી નથી.
ફ્લેટધારક મુકુંદભાઈ રાવલે કરેલી ફરિયાદ પ્રમાણે તમામ ફ્લેટમાં ભેજ ઉતરે છે દીવાલોમાં તિરાડ પડી ગઈ છે, ફ્લોર ટાઈલ્સનો કલર પણ અલગ પડે છે, સ્લાઈડર વિન્ડો જામ થઈ ગઈ છે તેમજ લોક થતી નથી, વીડિયો ડોરનું બિલ્ડરોએ કહ્યું હતું પરંતુ હજુ સુધી લાગ્યા નથી, પાર્કિંગ ટાઈલ્સ પણ હલકી ગુણવત્તાની ફીટ કરવામાં આવી છે. પહેલા માળે ગટરનું પાણી ઉભરાય છે જેનો હજુ સુધી નિકાલ આવ્યો નથી, બાથરૂમમાં પણ પાણી ઉભરાય છે.