ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ભારે વરસાદને કારણે ઉત્તર પ્રદેશ-બિહારમાં પૂરની સ્થિતિ છે. બિહારના 7 જિલ્લા પૂરની ઝપેટમાં છે. 10 લાખ લોકો પ્રભાવિત છે. ગંગા સહિત બિહારની 10 નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. પટણા જિલ્લાની 24 પંચાયતો પણ પૂરથી ઘેરાયેલી છે. ઉત્તર પ્રદેશમાં પણ સતત વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. મુરાદાબાદમાં રામગંગા નદી છલકાઈ રહી છે. રવિવારે એક બાઇક સવાર પાણીમાં તણાઈ ગયો અને પછી 22 કલાક સુધી ઝાડ પર બેઠો રહ્યો. બાદમાં તેને બચાવી લેવામાં આવ્યો. છેલ્લા 24 કલાકમાં યુપીના 54 જિલ્લાઓમાં 5.9 મીમી વરસાદ પડ્યો છે. મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ બંધ હતો. છેલ્લા બે દિવસમાં હવામાન બદલાયું છે. 13 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા એક્ટિવ થશે. આનાથી સમગ્ર રાજ્યમાં ફરી ભારે વરસાદનો સમયગાળો શરૂ થશે. હાલમાં ફક્ત થોડા જ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયા બાદ ગઇં-305 નો ઓટ-સૈંજ રસ્તો બંધ થઈ ગયો છે. રાજ્યમાં 360થી વધુ રસ્તાઓ પર ટ્રાફિક ખોરવાઈ ગયો છે. ચોમાસા સંબંધિત ઘટનાઓમાં આ સિઝનમાં અત્યાર સુધીમાં 116 લોકોનાં મોત થયા છે. 37 લોકો હજુ પણ ગુમ છે. રવિવારે, ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં 20 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા અને માટલી હેલિપેડ પર લાવવામાં આવ્યા હતા. ધારાલી અને હર્ષિલમાં લોકોને ખોરાક અને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. અહીં બચાવ કામગીરી ચાલી રહી છે. લોકોની શોધખોળ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 1 હજાર લોકોને બચાવાયા છે.
- Advertisement -
હિમાચલમાં પહાડી પરથી ભૂસ્ખલન
હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં શિલ્લાઈને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-5 પર આજે સવારે રસ્તા પર એક મોટો પહાડ તૂટી પડ્યો. રસ્તા પર ચાલી રહેલ એક ટિપર અને આયુષ વિભાગનું એક વાહન તેની ચપેટમાં આવી ગયા. બંને વાહનોના ચાલકોનો આબાદ બચાવ થયો.