દેશમાં એક સમયે અલનીનોની ચિંતા થતી હતી હવે લા-નીનોથી પણ કોઈ મોટુ ફેકટર એટલે કે કુદરત કામ કરી રહી છે અને દેશભરમાં વરસાદની હેલી જેવી સ્થિતિ અનેક રાજયોમાં છે. પાટનગર દિલ્હીમાં તો હજું યમુનાના પાણી ઓસર્યા નથી. યમુના હજુ ખતરાના નિશાનથી ઉપર છે જેથી તાજમહેલ પણ પાણીમાં હોય તેવી સ્થિતિ છે
તો છેક ઉતરમાં જમ્મુ-કાશ્મીરમાં પણ ભારે વરસાદની સ્થિતિ છે અને એક તરફ અમરનાથ યાત્રા વારંવાર રોકવી પડે છે તો બીજી તરફ જમ્મુમાં પુર જેવી સ્થિતિથી વૈષ્ણોદેવી મંદિરના માર્ગમાં ભૂસ્ખલનની ચિંતા છે. કટરામાં છેલ્લા 43 વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. વૈષ્ણોદેવી મંદિર પરના માર્ગમાં ભેખડો ધસી પડે નહી અથવા તો કોઈ શ્રદ્ધાળુઓ ફસાય નહી તે માટે ખાસ ટુકડીઓ તૈનાત છે. હેલીકોપ્ટર તથા બેટરી કાર સેવા બંધ કરાવી છે. જમ્મુમાં નદીમાં પુરની સ્થિતિ છે.
- Advertisement -