અમદાવાદ-વડોદરાથી કેશોદ-પોરબંદર-રાજકોટ-અમરેલી-ભુજ-કેવડિયા સુધીની ફલાઇટ માટે દરખાસ્તો મંગાવી : ગુજસેલ ધાર્મિક પ્રવાસનને વેગ આપશે: ઉડાન હેઠળ રાજ્યમાં શરૂ થશે એર ક્નેક્ટિવિટી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
- Advertisement -
સોમનાથ, દ્વારકા અને અંબાજી જેવા મુખ્ય સ્થળો પર ધાર્મિક પ્રવાસનની સુવિધા વધારવા માટે,GUJSAIL (ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ) UDAN યોજના હેઠળ રાજય-રાજય કનેક્ટિવિટી ફલાઇટ્સ શરૂૂ કરવા તૈયાર છે. આ ફલાઈટ્સ નવેમ્બર કે ડિસેમ્બર સુધીમાં કાર્યરત થવાની શક્યતા છે. ગુજરાત તેના ધાર્મિક સ્થળોએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષે છે. આને ધ્યાનમાં લઇને, ગુજસેલ અમદાવાદ અને વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત સોમનાથ, દ્વારકા અને અંબાજી જેવા મુખ્ય ધાર્મિક કેન્દ્રો માટે ફલાઇટ્સ શરૂૂ કરશે.
ગુજસેલના ચીફ ઓપરેટિંગ ઓફિસર પારુલ માનસત્તાએ પ્રવાસીઓ, ખાસ કરીને NIRs, જેઓ ઘણી વાર ટૂંકી સમયમર્યાદામાં બહુવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા માગે છે. તેમ ટાઇમ્સ જણાવે છે. માનસત્તાએ કહ્યું, ‘ટૂંકા ગાળામાં બહુવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની માંગ પ્રવાસીઓ, ખાસ કરીને એનઆરઆઈમાં સ્પષ્ટ છે. કેશોદ એરપોર્ટ તૈયાર હોવાથી, અમે અમદાવાદ અને વડોદરાથી કેશોદ સુધીની ફલાઈટ્સ ઓપરેટ કરવા માટેની દરખાસ્તો આમંત્રિત કરીને સીમલેસ મુસાફરીના અનુભવો આપવા આતુર છીએ.’ GUJSAIL એ અમદાવાદ અને વડોદરાથી કેશોદ, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભુજ, અંબાજી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ટૂંક સમયમાં સેવા શરૂૂ કરવાની યોજના સાથે ફલાઇટ શરૂૂ કરવા ખાનગી ઓપરેટરો પાસેથી દરખાસ્તોની વિનંતી કરી છે.