જિલ્લાભરમાં પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવીને પેરામિલિટરી ફોર્સ દ્વારા સતત પેટ્રોલીંગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
- Advertisement -
જૂનાગઢ લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ સાથે ચૂંટણી યોજાઇ તે અનુસંધાને રેંજ આઇજી નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ એસપી હર્ષદ મહેતા દ્વારા જિલ્લાના સી-ડીવીઝન, ભેંસાણ, માંગરોળ તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સહિત જગ્યાએ બીએસએફ જવાનો સાથે પોલીસ અધિકારીઓની ફલેગમાર્ચ યોજાઇ હતી.
જૂનાગઢ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે અને લોકસભા ચૂંટણી શાંતિ પૂર્ણ વાતાવરણમાં યોજાઇ તે માટે બીએસએફ જવાનોના સ્ટાફ સાથે પોલીસ દ્વારા સંવેદનસીલ વિસ્તારોમાં ફલેગમાર્ચ યોજવામાં આવી રહી છે. જ્યારે આગામી 7મેના લોકસભા તેમજ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન યોજાવાનુ છે જે અન્વયે જિલ્લાભરમાં પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવીને પેરામિલેટ્રીફોર્સ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ છે તથા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં કાયદો વ્યવસ્થા માટે સમીક્ષા કરવામાં આવી રહી છે અને જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે ખાસ બેઠકો યોજીને જિલ્લામાં ભયવગર લોકો શાંતિથી મતદાન કરી શકે તેના માટે ખાસ ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખવા પોલીસ દ્વારા આગોતરા પગલા લેવામાં આવી રહ્યા છે.