ખાસ-ખબર સંવાદદાતા
આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી વાતાવરણ સામાન્ય બની રહે તે માટે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે આપેલ સૂચનાથી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ સંવેદનશીલ સહિતના વિસ્તારોમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવરાત્રીના દિવસે શહેર પોલીસ દ્વારા બી-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ સાથે બીએસએફના જવાનોએ પણ અલગ-અલગ વિસ્તારોમાં જઈ વાતાવરણ શાંત બની રહે તે માટે ફલેગ માર્ચ કરવામાં આવી હતી. જેમાં સામાકાંઠે આવેલ ભગવતીપરા ચોકી, બેડીપરા ચોકી વિસ્તારમાં ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, એસીપી બારૈયા, પી.આઈ. એસ.એમ.જાડેજા, પીએસઆઇ પી.સી.સરવૈયા તેમજ ડી સ્ટાફ સહિતના સ્ટાફે બીએસએફના જવાનો સાથે સમગ્ર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યુ હતું.