શમીની 19 રનમાં બે વિકેટ બાદ સહાના અણનમ 67 રન
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત ટાઈટન્સે જીતનો સિલસિલો આગળ ધપાવતા ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ બોલ બાકી હતા, ત્યારે સાત વિકેટથી હરાવ્યું હતુ. આ સાથે ગુજરાતે ક્વોલિફાયર વનમાં સ્થાન નિશ્ચિત કરી લીધું હતુ. જે 24મી મેના રોજ કોલકાતામાં રમાશે. જીતવા માટેના 134ના ટાર્ગેટને ગુજરાતે 19.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતુ. પોઈન્ટ ટેબલમાં આ સાથે ગુજરાતના 13 મેચમાં 20 પોઈન્ટ થઈ ગયા છે.