ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના ઉંચી માંડલ ગામે બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં અલગ અલગ છ દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને મોરબી ક્રાઇમ બ્રાન્ચ-પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડ્યા છે.
મોરબી એલસીબીની પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં માંડલ ગામે બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં પાંચ વર્ષ પહેલાં છ દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓ કલમ ઉર્ફે કુમલા છગનભાઇ મેઠાને કાલાવાડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામેથી અને બહાદમ ઉર્ફે બહાદુર સિકંદરભાઇ ભુરીયા (રહે. બંને મધ્યપ્રદેશ) ને લોધિકાના દોમડા ગામેથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.