મોબાઇલના દુકાનદાર પાસેથી તોડ કરી 11 વર્ષથી ફરાર હતા
ખાસ-ખબર સંવાદદાતા
કોડીનારના ડોળાસા ગામે નકલી પોલીસ બની મોબાઇલની દુકાનમાં ઘુસીને રૂા.7500નો તોડ કરનાર પાંચ શખ્સો 11 વર્ષથી ફરાર હતા. તેને ઝડપી લેવામાં ગીર-સોમનાથ ક્રાઇમ બ્રાંચને સફળતા મળી છે. મળતી વિગત મુજબ ડોળાસા ગામે આવેલ એક મોબાઇલની દુકાનમાં તમે કેમ ડાઉનલોડ કરો છો તેવી વાત કરીને દુકાનદારને દબાવવાનો પ્રયાસ કરીને અમે પોલીસ છીએ તેમ કહીને રૂપિયાનો દોડ કરી ફરાર થઇ ગયા હતા.
- Advertisement -
જે બાબતની 2012માં મોબાઇલ દુકાન ધારકે ફરિયાદ નોંધાવી હતી. જે આધારે ક્રાઇમ બ્રાંચે પાંચ ઇસમો સામે નિતીનભાઇ સલાટ, વિરેન્દ્ર પટેલ, ચેતન કુમાર પટેલ, નિતીશ પારેખ તેમજ ઉર્વીશ કુમાર પારેખને ગિર-સોમનાથ એલસીબી પોલીસે ઝડપી લેવામાં આવ્યા હતા.