ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની રજૂઆત અંતે સફળ થઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,
- Advertisement -
ધ્રાંગધ્રા – હળવદ વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા હર હંમેશ પોતાના મતદારો માટે સતત પ્રવૃત્તિમય રહેતા હોવાથી સફળ ધારાસભ્ય તરીકેની છાપ ઉભરાઈ છે ત્યારે હાલમાં જ ધારાસભ્ય દ્વારા પોતાના વિસ્તારમાં એક નવીનતમ અભિગમ આદર્યો હતો જેમાં સમયાંતરે પોતાના મન વિસ્તારના મતદાતાઓની મુલાકાત અને તેઓને મુંઝવતા પ્રશ્નો સંભાળી તેનું શક્ય હોય એટલો સ્થળ પર જ પૂર્ણ કરવા માટે પ્રયત્ન હાથ ધરાય છે તેવામાં પ્રકાશભાઈ વરમોરા દ્વારા પોતાના વિધાનસભા વિસ્તારના કેટલાક ગામોમાં માધ્યમિક શાળા નહિ હોવાની રજૂઆત ધાયેને આવતા રાજ્યમાં મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આ બાબતે રજૂઆત કરાઈ હતી.
ધારાસભ્યની આ રજૂઆત અંતે સફળ થતા ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા તથા થળા ગામ અને હળવદના પલસાણ, બુટવડા અને સૂરવદર ગામે નવી માધ્યમિક શાળા માટે મંજૂરી મળી હતી. વર્ષોથી આ પાંચેય ગામના સ્થાનિક ગ્રામજનોને પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા રહેતી હતી જે માધ્યમિક શાળાને મજૂરી મળતા તમામ પાંચેય ગામના રહીશોને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાનો આભાર વ્યક્ત કરતા ખુશીની લાગણી છવાઈ છે.