ઠંડીના ચમકારા સાથે હૃદય રોગ સંબંધી તકલીફોમાં ચિંતાજનક વધારો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સહીત રાજ્યબહારમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે ઠંડી સાથે હૃદય રોગના હુમલાથી મૃત્યુ થવાના બનાવોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે રાજકોટમાં પાંચ લોકોના હાર્ટએટેકથી મોત થતા પરિવારોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
રાજકોટ જિલ્લાના ગોંડલની આસોપાલવ રેસીડેન્સીમાં રહેતા દિશાબેન મુકેશભાઈ રામોલીયા ઉ.25 રાજકોટના વાવડીમાં નંદનવન સોસાયટીમાં ભાઈ જેનીશભાઇના ઘરે હતી આજે સવારે એકાએક તેણીએ બૂમ પાડતા માતા અને ભાઈ દોડી ગયા હતાં તેણી બેભાન થઇ જતાં તુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો દિશાબેન એક ભાઇથી મોટી હતી પિતા મુકેશભાઈ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પોતે માતા-પિતા સાથે ગોંડલના ગુંદાળા ગામે રહેતી હતી. દિવાળીથી નાનાભાઈના ઘરે રહેવા આવી હતી. હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે જયારે દૂધ સાગર રોડ પર જયહિન્દનગરમાં રહેતા નયનાબેન વિનોદભાઈ ગોહેલ ઉ.54 રાત્રીના ઘરે ખુરશીમાં બેઠા હતાં ત્યારે અચાનક ઢળી પડતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં દમ તોડી દીધો હતો નયનાબેના પતિનું દોઢ વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું.
- Advertisement -
એકના એક દિકરાએ પિતા બાદ માતાનું છત્ર પણ ગુમાવ્યું છે તેમને હાર્ટએટેક આવી ગયાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત 80 ફૂટ રોડ પર સત્યમ પાર્કમાં રહેતા શાંતાબેન સવજીભાઈ ચાવડા-પ્રજાપતિ ઉ.58 રાત્રે ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે હાર્ટએટેકથી મોત થયાનું જાણવા મળ્યું છે તેમજ કોઠારીયા રોડ પર સિધ્ધાર્થનગરમાં રહેતાં ભરતભાઈ ચનાભાઈ વણોલ ઉ.40 સાંજે ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે તે કંપનીમાં પ્લમ્બર તરીકે નોકરી કરતાં હતાં અને સરધારના સર ગામે ખેતીવાડી પણ ધરાવતાં હતાં.
ભરતભાઇ માતા-પિતાના એકના એક આધારસ્તંભ પુત્ર હતાં સંતાનમાં એક પુત્ર છે તેમને અકસ્માત થતા હાથ-પગમાં ફ્રેક્ચર હોવાથી ઘરે જ રહેતા થા ત્યાં માવઠુ થતાં ખેતીમાં પણ નુકસાની જતાં ચિંતામાં વધારો થયો હતો. આ કારણે હૃદય બેસી ગયાની શક્યતા પરિવારજનોએ વ્યક્ત કરી હતી આ ઉપરાંત મવડી મેઈન રોડ પર આવેલા સરદારનગર સોસાયટીમાં રહેતા ધનજીભાઈ પુંજાભાઈ ફળદુ ઉ.68 નામના વૃધ્ધ સાંજે ઘરે બેભાન થઇ જતા સિવિલમાં ખસેડાયા હતાં પરંતુ અહિ સારવારમાં દમ તોડી દીધો હતો સંતાનમાં એક દિકરી છે. પોતે અગાઉ વકીલાત કરતાં હતાં અને હાલ નિવૃત જીવન જીવતાં હતાં પોલીસે ઉપરોક્ત બનાવમાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



