-ઈટલીનો આઈસ્ક્રીમ વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય
ભારતના ગદબદ (મેંગલુરૂ) ડેથ બાય ચોકલેટ (બેંગ્લુરૂ), ટેન્ડર કોકોનટ (મુંબઈ), મેંગો સેન્ડવીચ (મુંબઈ), જામફળ (મુંબઈ), આઈસ્ક્રીમ લોકપ્રિય: ફૂડ ગાઈડ ટેસ્ટ એટલસ દ્વારા યાદી જાહેર
- Advertisement -
ભોજન બાદ મધુર વ્યંજનની વાત આવે તો આઇસ્ક્રીમને પસંદ કરવામાં આવે છે. હાલમાં જ ફૂડ ગાઈડ એટલસે દુનિયાની 100 લોકપ્રિય આઈસ્ક્રીમની યાદી જાહેર કરી છે. તેમાં પાંચ તો ભારતનાં છે તે પણ ખાસ કરીને ભારતનાં ત્રણ શહેરો-બેંગલુરૂ, મુંબઈ અને મેંગલુરૂ સાથે જોડાયેલા છે. આ યાદીમાં ઈટલીનાં આઇસ્ક્રીમને પ્રથમ સ્થાન મળ્યુ છે.
ડેથ બાય ચોકલેટ (બેંગલુરૂ)
શહેરનો આ લોકપ્રિય આઇસ્ક્રીમ છે તેમાં કેક આઈસ્ક્રીમ ચોકલેટ સોસ અને મેવા ઉપરાંત ઉપરથી ચેરી પણ નાખવામાં આવે છે.તેમાં ચોકલેટની ફલેવર વધુ નાખવામાં આવે છે. આ શહેરની રેસ્ટોરન્ટ કોર્નર હાઉસ દ્વારા રજુ કરવામાં આવતી પસંદગીની આઈટમ છે. તે 1982 થી તૈયાર કરવામાં આવે છે.
- Advertisement -
મેંગો સેન્ડવીચ (મુંબઈ)
શહેરમાં આ આઈસ્ક્રીમ સેન્ડવીચનાં નામથી લોકપ્રિય છે. તેને યાદીમાં 22 મું સ્થાન મળ્યુ છે.તે પાતળી વેફર્સ વચ્ચે સેન્ડવીચનાં રૂપમાં દેખાય છે.પણ તેની અંદર મેંગોનો સ્વાદ અલગથી આવે છે.તેને પ્રસિધ્ધ દુકાન કે-રૂસ્તમ એન્ડ કંપની દ્વારા બનાવવામાં આવે છે.
જામફળ આઈસ્ક્રીમ (મુંબઈ)
આ આઈસ્ક્રીમમાં જામફળનાં નાના ટુકડા હોય છે. તેમાં પારંપારીક મસાલા પણ મેળવવામાં આવે છે. આ શહેરનાં અપ્સરા આઈસ્ક્રીમનો સ્પેશ્યલ ડીઝર્ટ છે આઇસ્ક્રીમ ખાતી વખતે જામફળ ખાવાનો અહેસાસ થાય છે.
ટેન્ડર કોકોનટ (મુંબઈ)
તેમાં તાજા ફળ અને નાળીયેરની સામગ્રીનો ઉપયોગ થાય છે તે મલાઈદાર સ્વાદ માટે પ્રસિધ્ધ છે તેનુ નિર્માણ નેચરલ્સ રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવે છે.
ગદબદ આઈસ્ક્રીમ (મેંગલુરૂ)
મેંગલુરૂનાં આઇસ્ક્રીમમાં ફળ, નટસ, સિરપનુ અનોખુ મિશ્રણ છે.તેમાં ત્રણ અલગ અલજ સ્વાદ હોય છે જે જેલી કયુબ્સ,મૌસમી ફળ અને બાફેલા કાજુનાં વચ્ચેનાં પડનાં હોય છે તેનું નિર્માણ પબ્બા રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવે છે.