સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ પાચ આંગણવાડી કેન્દ્રોમાં નવનિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા આઇ.ઓ.સી.એલના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (ઈજછ) ફંડમાંથી આ પાંચ આંગણવાડી કેન્દ્રનો જિલ્લા કલેક્ટરના હસ્તે ઉદ્ઘાટન કાર્યક્રમ વઢવાણના બાળા ગામે યોજાયો હતો. બાળા ગામે આંગણવાડી કેન્દ્ર સાથે લીલાપુર, ચમારજ, સદાદ અને બજરંગપુરા સહિત આંગણવાડી કેન્દ્રોનું ઈન્ડિયન ઓઈલની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (ઈજછ) પહેલ હેઠળ આવશ્યક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે નવીનીકરણ કરવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટમાં નવી બાંધવામાં આવેલી સેપ્ટિક ટાંકી અને સોક પિટ્સ, ભૂગર્ભ અને પાણીના સંગ્રહની સુવિધાઓ, બાળકોને રક્ષણ માટે બાઉન્ડ્રી વોલ, ટોઇલેટ, બ્લોકનું બાંધકામ વગેરે જેવી સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે આંગણવાડી કેન્દ્રો ખાતે પીવાના પાણી, મોશન સેન્સર ડસ્ટબિન, સેનિટરી નેપકીન ડિસ્પેન્સર, સેનિટરી પેડ ઇન્સિનેરેટર્સ, કિચન સ્ટોવ, ઓફિસ માટે ખુરશી અને ટેબલ, બીપી મોનિટરિંગ ડિવાઇસ, ટેમ્પરેચર ગન અને આરઓ પ્લાન્ટ્સ આપવામાં આવ્યા છે. કુલ 369 જેટલા લાભાર્થીઓને આ નવીનીકરણનો સીધો લાભ મળશે.