જૂનાગઢ વડાલ પાસે તા.14થી 20 શિલાન્યાસ મહોત્સવ
વિશ્ર્વનું સૌથી મોટુ વૈષ્ણવ સંપ્રદાયનું ઋષિ સંસ્કૃતિ તિર્થ સંસ્કારધામ: મહોત્સવ પ્રસંગે પાંચ હજાર કાર્યકરોની 200 કમિટીની રચના
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ નજીકના વડાલ ખાતે આગામી તા.14 થી 20 ડિસેમ્બર સુધી પૃષ્ટી સંસ્કાર ધામમાં શિલાન્યાસ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાત અને ભારત સહિત વિશ્ર્વભરમાં ફેલાયેલા પૃષ્ટી વૈષ્ણ સંપ્રદાયના પાંચ લાખ વૈષ્ણવો આ શિલાન્યાસ મહોત્સવમાં ઉમટી પડશે. વડાલ ખાતે યોજાનાર આ સત દિવસીય મહોત્સવમાં વિવિધ પ્રદર્શ અને સાંસ્કૃતિક કાર્યક્રમ ખુબ આકર્ષણ રૂપ બની રહેશે. જેમાં દક્ષિણભારતની ચેન્નઇની ડો.લક્ષ્મી રામાસ્વામી દ્વારા બે દિવસીય ભજગોવિંદમ અને મધુરાધપતે અખિલમની ભરતનાટયમ કૃતિ, સાયન્સ અને ટેકનલોજી આધારિત સૃષ્ટિ પ્રદર્શની વિગેરે ગણાવી શકાય.
જૂનાગઢ પાસેના વડાલ કાથરોટા રોડ પર 125 વિઘા જમીન પર આકાર લઇ રહેલ પુષ્ટિ સંસ્કાર ધામનો પ્રથમ તબકકો પૂર્ણ થયા બાદ બીજા તબકકાના અંતર્ગત યોજાયેલ શિલાન્યાસ મહોત્સવ અંગે પુષ્ટિ સંસ્કાર ધામના સંયોજક અને પ્રવકતા આનંદ ઠકકર તથા ટ્રસ્ટી અને ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા સહિતના ટ્રસ્ટીઓએ જણાવ્યુ હતુ કે, આ ભવ્ય મહોત્સવ 14 થી 20 ડિસેમ્બર દરમિયાન યોજાશે. જેમાં દરરોજ બપોરે 3 થી 8 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે જે અંતર્ગત તા.14 અને 15 ડિસેમ્બરના 3 વાગ્યાથી ચેન્નઇની શ્રીમુદ્રલયા રેપર્ટરી ગૃપ દ્વારા ડો.લક્ષ્મી રામાસ્વામીની ખુબ જાણીતી ભરતનાટયમ કૃતિ આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ છે. આ ઉપરાંત વિવિધ પ્રદર્શનીઓ જે સાતેય દિવસ જોઇ શકાય જેમાં ગિરની શ્રેષ્ઠ ગિરગાયનું પ્રદર્શન થશે. જેમાં સૌરાષ્ટ્રભરના ખેતીકામ સાથે સંકળાયેલા વૈષ્ણવો વિશાળ સંખ્યામાં ઉમટી પડશે. આ ઉપરાંત 16 અને 17 ડિસેમ્બર દરમિયાન પુષ્ટિ સંસ્કાર પાઠશાળાના 300થી વધારે કેન્દ્રના વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને 18-19 ડિસેમ્બર દરમિયાન તથા પુષ્ટિ સંસ્કાર સ્કુલ અને પુષ્ટિ શૈક્ષણીક સંસ્થાના 1200થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
વૈષ્ણવ મોટી હવેલીના ગૌ.વા.કિશોર બાવાશ્રીના ઋષિ વૈદિક પરંપરા આધારિત વૈષ્ણવ સંપ્રદાયના વિશ્ર્વના સૌથી મોટા સંકુલના સ્વપ્નને સાકાર કરવા હજારોની સંખ્યામાં વૈષ્ણવ કાર્યકરોના સતત પ્રયાસોથી સૌરાષ્ટ્રમાં 200 થી 250 પાઠશાળાઓ કાર્યરત છે જેમાં 15000થી વધુ બાળકો સંસ્કૃતમાં અભ્યાસ કરી રહ્યા છે. જે કામગીરી વધારવા ત્રણેક લાખ સ્કવેર ફુટના બાંધકામ સાથે રૂા.200 કરોડના ખર્ચે અહીં પુષ્ટિ સંસ્કારધામનું આયોજન થઇ રહ્યુ છે. વધુમાં કિરીટભાઇ, ચેતનભાઇ, મથુરભાઇ અને વિઠ્ઠલભાઇએ જણાવ્યુ હતુ કે, આ કાર્યક્રમમાં 4 થી પ હજાર કાર્યકરો જુદી જુદી 200 કમિટીઓ ના વડપણ હેઠળ કાર્યરત થઇ ગયા છે.
- Advertisement -
વૈષ્ણવ આચાર્ય પિયુષબાવાશ્રીનો સંદેશો
ઋષિ પરંપરા અને વૈદિક જ્ઞાન મેળવવા પુરા વિશ્ર્વમાં ભગવાન કૃષ્ણ ભક્તિમાં ઓતપ્રોત થઇ જનાર લાખો વૈષ્ણવો અને તેના પરિવારોને ખાસ સંદેશો આપતા વૈષ્ણવ આચાર્ય પિયુષબાવાશ્રીએ જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર ગુજરાત અને પુરા ભારતના સૌ વૈષ્ણવજનો વિશાળ સંખ્યામાં આ સપ્ત દિવસીય મહોત્સવમાં વિશાળ સંખ્યામાં આવવા અનુરોધ છે. આ સનાતન પરંપરાના વિશાળ સંકુલમાં ફકત વૈષ્ણવ પરિવાર જ નહી સનાતન હિન્દુ ધર્મના વિવિધ પરિવારો પણ ઋષિ સંસ્કૃતિ પામી શકશે. આ પુષ્ટિ સંસ્કાર ધામ કોઇ એક વિસ્તાર કોઇ એક ધર્મનું નહી પણ, પુરા ભારત વર્ષનું જ્ઞાન તિર્થ બની રહે તેવી હું અપેક્ષા સેવુ તો એ માનવ ધર્મની સૌથી મોટી કામગીરી બની શકે છે.