દુનિયાના 109 દેશોમાં કરવામાં આવેલા સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો: દર મહિને પાંચ ગ્રામ પ્લાસ્ટીક કણો લોકો આરોગે છે!
હાલના સમયમાં માઈક્રો પ્લાસ્ટીકથી બચવું મુશ્કેલ છે. ભોજન અને શ્વાસથી શરીરની અંદર જતી હવામાં પણ હાનિકારક પ્લાસ્ટીકના કણ હાજર છે. દુનિયાના 109 દેશોમાં કરવામાં આવેલ હાલના અધ્યયનમાં આ ચોંકાવનારી વિગત બહાર આવી છે.
- Advertisement -
શ્વાસમાં પણ માઈક્રો પ્લાસ્ટીક:
અભ્યાસ અનુસાર ઈન્ડોનેશિયા, મલેશિયા અને ફિલીપાઈન્સ જેવા દક્ષિણ-પુર્વ એશિયાઈ દેશોના લોકો દુનિયાના અન્ય દેશોની તુલનામાં સૌથી વધુ માઈક્રોપ્લાસ્ટીક આહારથી શરીરમાં લે છે, જયારે ચીન, માંગોલિયા અને બ્રિટન સર્વાધિક માઈક્રો પ્લાસ્ટીકના વાતાવરણમાં શ્વાસ લેનારા દેશોની યાદીમાં ટોચ પર છે. આ અધ્યયન એન્વાયર્નમેન્ટલ સાયન્સ એન્ડ ટેકનોલોજી નામની પત્રિકામાં પ્રકાશિત થયો છે.
રંગીન પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની સલાહ:
- Advertisement -
ઘાટા અને ચમકીલા રંગનાં પ્લાસ્ટીક સાદા અને હળવા રંગના પ્લાસ્ટીકની તુલનામાં વધુ ઝડપથી માઈક્રો પ્લાસ્ટીકમાં બદલાય જાય છે. લિએસ્ટર વિશ્વ વિદ્યાલયના સંશોધકોએ આ દાવો કર્યો છે.
પરિણામ સ્વરૂપ વૈજ્ઞાનિકોએ દૈનિક ઉપયોગમાં આવતી વસ્તુઓ જેવી કે ડ્રિંક બોટલ, આઉટ ડોર ફર્નિચર અને રમકડામાં ઘાટા રંગો જેવા કે લાલ, લીલા, પીળા, નીલા રંગના પ્લાસ્ટીકનો ઉપયોગ કરવાની મનાઈ કરી છે. સંશોધનમાં બહાર આવ્યું છે કે, આ પ્લાસ્ટીક વધુ ઝડપથી હાની પહોંચાડનાર માઈક્રો પ્લાસ્ટીકનું રૂપ લઈ લે છે. અધ્યયનમાં ખુલાસો થયો છે કે લગભગ ત્રણ વર્ષથી વધુ સમય થવા પર લાલ, નીલા અને લીલા પ્લાસ્ટીક ટુકડામાં તૂટી જાય છે, જયારે સફેદ, કાળા અને સિલ્વર રંગો વાલા પ્લાસ્ટીક પર કોઈ અસર નથી થતી. નિષ્ણાંતોના કહેવા મુજબ 28 લાખ કણ શરીરમાં શ્વાસથી પહોંચે છે. દર મહિને પાંચ ગ્રામ પ્લાસ્ટીકના કણ આહારથી લોકો ખાઈ રહ્યા છે.