જીવરાજપાર્ક વિસ્તારમાં ખાદ્ય ચીજોની સ્થળ પર જ ચકાસણી કરતું આરોગ્ય તંત્ર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ, દબાણ હટાવ શાખા તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જંગલેશ્ર્વર વિસ્તારમાં, ગોકુલનગર, પટેલ સોસાયટી પાસેના કોમન પ્લોટ આસપાસથી નોનવેજ વેચાણ કરતાં 5 આસામી અને રેંકડીધારકોને ફૂડ લાયસન્સ- રજિસ્ટ્રેશન મેળવવા તથા હાઈજેનિક કન્ડિશનની જાળવણી બાબતે નોટિસ આપવામાં આવી હતી તેમજ શૈરાની કબાબમાંથી 4 કિગ્રા. વાસી અખાદ્ય ચીકનનો નાશ કરવામાં આવ્યો અને ઇલેવન એગ્ઝ, મિલન સ્વીટ માર્ટ, એવન બિરિયાની પેઢીને લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. આ સાથે જ ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 23 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી જેમાં 10 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાદ્ય ચીજોના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ ઘનશ્યામ ડેરી ફાર્મ, અતુલ આઇસ્ક્રીમ, ધ ટી હાઉસ, પટેલ જનરલ સ્ટોર, સુરતીના ફેમસ ખાવસા પૂરી, પટેલ અમેરીકન મકાઇ, પટેલ ખમણ પાત્રા, પટેલ ફરસાણ, બજરંગ પ્રોવિઝન સ્ટોર, શ્રીનાથજી પ્રોવિઝન સ્ટોર સહિતનાઓને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ રજની ઢોસા, ધ ઢોસા અક્ષર, જલારામ ડ્રાયફ્રૂટ, અતુલ બેકરી, સોમનાથ સ્વીટ, સોમનાથ પાઉંભાજી, અક્ષર ફૂડ કોર્ટ, મારુતિ કોઠી આઇસ્ક્રીમ, જલારામ ગોલા, પટેલ ભેળ ફાસ્ટફૂડ, ઓનેસ્ટ નમકીન, પટેલ સુરતી ઢોસા પાઉંભાજીની ચકાસણી કરવામાં આવી હતી.ફૂડ વિભાગ દ્વારા જલારામ બેર્ક્સ, ઇઝ્ઝી બેકરી, પ્રતીક બેકરી, કેશવ બેકરી, આસ્થા બેકરી, કૌશર બેકરીમાં કેકના (લુઝ) નમૂના લેવામાં આવ્યા હતા. આમ મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.