તંત્રની તૈયારીના લીધે બધુ સુખરૂપ સમુસુતરું પાર પડી ગયું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ગુરુવાર રાત્રે 12 વાગ્યાથી શુક્રવાર રાત્રિના 12 વાગ્યા સુધીમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. શુક્રવારની વહેલી સવારે 6 કલાકે ઝડપી ગતિથી પવન ફુંકાયો હતો અને પવનની સાથે વરસાદ શરૂ થયો હતો જે સતત બે કલાક ચાલુ રહ્યો હતો. આ બે કલાકમાં 2 ઈંચ વરસાદ પડી ગયો હતો.
- Advertisement -
ત્યારબાદ બપોરે 1 કલાક સુધી વરસાદનું જોર ધીમું પડયું હતું. બપોરે 1 થી 3 સુધી વરસાદે વિરામ લીધો હતો. બપોરે 3.30 કલાકે ફરી વરસાદનું જોર વધ્યું હતું અને જે સાંજના 7 કલાક સુધી ચાલુ રહ્યો હતો. આમ સવારના 6થી રાત્રિના 12 વાગ્યા સુધીમાં રાજકોટમાં સાડા પાંચ ઈંચ વરસાદ પડી ગયો હતો. ભારે વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. તેમજ લોકોનું સ્થળાતંર કરાયું હતું.
ફાયરબ્રિગેડ વિભાગના જણાવ્યાનુસાર રાજકોટમાં સવારથી લઇને મોડીરાત સુધીમાં સૌથી વધુ વરસાદ સેન્ટ્રલ ઝોનમાં 140 મીમી, વેસ્ટ ઝોનમાં 137 મીમી, અને ઈસ્ટ ઝોનમાં 90 મીમી નોંધાયો હતો. ભારે વરસાદ અને પવન રહેતા લોકોએ આખી રાત દહેશતમાં વીતાવી હતી તેમજ અવારનવાર વીજપુરવઠો ખોરવાયો હતો.
તેમજ ફાયર બ્રિગેડમાં પાણી ભરાઈ ગયા, વૃક્ષ પડી ગયાના ફરિયાદનો મારો ચાલુ રહ્યો હતો. હવામાન વિભાગે શુક્રવારે રાત સુધીમાં સાયક્લોન ડિપ ડિપ્રેશનમાં રાત સુધીમાં ફેરવાઇ જવાનું અનુમાન વ્યકત કર્યું હતું. શુક્રવારે રાજકોટમાં પવન 64 કિમીની ઝડપે ફુંકાયો હતો. પવન એકધારો રહેતા વાહનચાલકોએ પોતાનું બેલેન્સ ગુમાવ્યું હતું.