ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ પોલીસ અધિક્ષકની સૂચનાથી વેરાવળ ખાતે સોમનાથ મરીન પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.આર.ગોસ્વામી તથા પીએસઆઇ આર.એચ.મારૂ તથા કે.પી.જાદવ એસ.ઓ.જી.શાખા ગીર સોમનાથ તથા પાર્થ માકડીયા જી.એમ.બી. વેરાવળ તથા દિપક કુમાર ઉતમ અધિકારી કોસ્ટ ગાર્ડ વેરાવળ તથા એસ.એન.સીયાણી તથા વી.બી. પંડયા ફીશીરીઝ વિભાગ વેરાવળ સોમનાથ મરીન પો.સ્ટે. સ્ટાફ સાથે ફિશરમેન અવેરનેશ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ફીશરમેન વોચ ગૃપના 50 જેટલા સભ્યો/માછીમાર ભાઇઓ હાજર રહેલ હતા જે તમામ સભ્યોને દરિયા કાંઠા વિસ્તારોમાં સંભવી શકે એવી આતંકી પ્રવૃતિ, માદક પદાર્થો/શસ્ત્રોની હેરાફેરી, અજાણ્યા ઇસમોની શંકાસ્પદ હિલચાલ બાબતે તેમજ શંકાશીલ જણાતી કોઇપણ પ્રવૃતી બાબતે માહિતી મેળવવાનો પ્રયાસ કરેલ તથા ફીસીંગ કરતી વખતે આઇ.એમ.બી.એલ. ઓળંગવુ નહી તથા પુરતા ડોકયુમેન્ટ સાથે લઇને જવા તેમજ ઓન લાઇન ટોકન લઇનેજ ફીસીંગમાં જવુ તથા ફીસીંગ દરમ્યાન કાંઇ ઇમરજન્શી જણાયે ટોલફી નં.1554 તથા 1093 નંબરનો ઉપયોગ કરવો તેમજ ઉપસ્થિત સભ્યોને દરીયામાં તેમજ દરીયા કાંઠા વિસ્તારમાં કોઇપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સમજ કરવામાં આવેલ હતી.
સોમનાથ મરીન પોલીસ સ્ટેશન દ્વારા ફીશરમેન અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો
