ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આગામી 2024 લોકસભા ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પાર્ટી દ્વારા શંખનાદ કરવામાં આવ્યો તેના ભાગરૂપે તેના પ્રથમ તબક્કામાં વોલ પેન્ટીંગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ વોર્ડ વાઈઝ અને બુથ વાઈઝ વોલ પેન્ટિંગ કરવામાં આવશે શહેરમાં કુલ 1500 થી 2000 વોલ પેન્ટિંગ કરવામાં આવશે આ પ્રથમ વોલ પેન્ટિંગ કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમાર સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડીયા તેમજ શહેર પ્રમુખ પુનિતભાઈ શર્મા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.