જૂનાગઢ જિલ્લામાં S.P. હર્ષદ મેહતાનું વધુ એક સર્ચ ઓપરેશન
જિલ્લામાં 183 ઈસમો વિરુદ્ધ કાર્યવાહી: પાનનાં ગલ્લાં, ચાની લારી, ઈંડાની રેંકડી સહિત જગ્યાએ સર્ચ ઓપરેશન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા દ્વારા જિલ્લામાં વધુ એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ડ્રગ્સ પીધેલા ઈસમો ને ચેકીંગ કરવામાં માટે ડ્રગ્ઝ સ્ક્રીન કીટનો સૌ પ્રથમ વાર ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેની સાથે પાનના ગલ્લાઓ ,ચાની કીટલી અને ઈંડાની લારીઓપર અસામાજિક તત્વોની બેઠક વાળી જગ્યાઓએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 183 ઈસમો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયા અને એસપી હર્ષદ મેહતાના માર્ગદર્શન હેઠળ વધુ એકવાર મેગા ડ્રાઈવ જિલ્લા ભરમાં યોજવામાં આવી હતી અને દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પાનના ગલ્લા ચાની કીટલી અને ઈંડાની લારીઓએ કે જ્યાં અસામાજિક તત્વોની ઉઠક બેઠક વળી જગ્યાઓનું મેગા સર્ચ ઓપરેશન ડ્રાઈવ યોજવામાં આવી હતી આ કાર્યવાહીમાં ડીવાયએસપી હિતેશ ધાંધલીયા કેશોદ ડીવાયએસપી બી.સી.ઠક્કર અને માંગરોળ ડીવાયએસપી ડી.વી.કોડિયાતર સહીત પીઆઇ અને પીએસઆઇ સહીત પોલીસ જવાનો જોડાયા હતા.
- Advertisement -
જિલ્લામાં સામાજિક પ્રવૃત્તિ કરનાર કુલ 183 ઈસમો આ મેગા સર્ચ ઓપરેશનમાં ઝપટે ચડ્યા હતા જેમાં નંબર પ્લેટ વગરના વાહનો તેમજ ફોલ્ટી નંબર પ્લેટ વગરના 35 ઈસમો તેમજ કાળા કાચવાળા વાહનો 29 સામે કાર્યવાહી કરી હતી અને પીધેલ અને ડ્રગ્સ લીધેલ 29 ઈસમો વિરુદ્ધ કેસ કરી કાર્યવાહી કરવામાં આવેલ તથા નશો કરેલી હાલતમાં વાહનો ચલાવતા 10 લોકો ઝપટે ચડ્યા હતા અને છરી – ચપ્પા વિગેરે હથિયાર બંધી જાહેરનામા ભંગ કરનાર 3 ઈસમો સામે કાર્યવાહી કરેલ અને ટ્રાફિક અડચણ સાથે પુરપાટ ઝડપે વાહન ચલાવનાર 9 લોકો ઝડપાયા હતા તથા ગેરકાયદેસર સ્મોકિંગ ઝોનના 8 કેસ કરવામાં આવેલ આમ અલગ અલગ રીતે ગુનાહિત પ્રવૃત્તિ કરનાર તત્વો સામે લાલ આંખ કરીને અવરાતત્વો ને પાઠ ભણાવ્યા હતા.
આ સમગ્ર ડ્રાઈવ દરમિયાન નિર્દોષ અને સામાન્ય માણસસોને પરેશાની ન થાય તેની તકેદારી સાથે પાનના ગલ્લા, ચાની કીટલી, ઈંડાની લારીનો વ્યવસાય કરનાર સારા લોકોને ગેરવ્યાજબી કનડગત ન થાય તથા નિર્દોષ યુવક – યુવતીઓ વિરુદ્ધ ગેર વ્યાજબી કાર્યવાહી ન થાય તે અંગે વિશેષ ધ્યાન આપવામાં
આવેલ છે.