કેન્દ્રીય મંત્રી મંડળમાં ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત ગુજરાતમાંથી સાત-સાત મહિલાઓ મંત્રીઓની વરણી : સીમાબેન જોશી
રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાના અધ્યક્ષસ્થાને રાજકોટ જીલ્લા ભાજપા મહિલા મોરચાની પ્રથમ પરિચય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટ જીલ્લા સંગઠન પ્રભારી મતી રક્ષાબેન બોળીયા, જીલ્લા મહામંત્રી ઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા તથા પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, રાજકોટ જીલ્લામહિલા મોરચાના પ્રમુખ સીમાબેન જોશી, મહામંત્રી અસ્મીતાબેન રાખોલિયા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રીનાબેનભોજાણી, જીલ્લા મંત્રી બિંદીયાબેન મકવાણાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.
આ તકે રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, પંડિત દિનદયાળ ઉપાધ્યાયના મંત્રને અનુસરીને “જ્યાં માનવી ત્યાં સુવિધા” આપવાની ભાજપા સરકાર કટિબદ્ધ છે. માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વના મહિલાઓને પ્રાધાન્ય આપીને મહિલાઓને પ્રાથમિક માળખાકીય સુવિધાઓ પૂરી પાડીને મહિલાઓના ઉત્કર્ષ માટેઅનેકવિધ યોજનાઓ દ્વારા મહિલાઓનો ઉત્કર્ષ કરવામાં આવ્યો છે.
આ તકે રાજકોટ જીલ્લા પ્રભારી મતિ રક્ષાબેન બોળીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં કોવીડ-૧૯કોરોનાની લહેરની મક્કમતાથી મુકાબલા માટે પ્રથમથી જ માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક્શન પ્લાન ઘડી કોરોનાને મહાત આપવામાં ખુબ જ સફળ રહ્યા. કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નક્કર આયોજનો કરીને“હારશે કોરોના- જીતશે ગુજરાત”ના મંત્ર સાથે કોરોનાની આવનારી સંભવીત ત્રીજી લહેર સામે પણ આપણે જંગ જીતીશું. માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર મહિલાઓની સુરક્ષા માટે વેક્સીનેશન શરુ કર્યું છે. વધુમાં, સરકાર દ્વારા મહિલાના ઉત્કર્ષ યોજનાની માહિતી આપી હતી.
- Advertisement -
આ તકે રાજકોટ જીલ્લા ભાજપા મહિલા મોરચાના પ્રમુખ મતિ સીમાબેન જોશીએ જણાવ્યું હતું કે, ભારતીયરાજનીતિમાં સૌ પ્રથમ વાર માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૭ મંત્રીઓને કેન્દ્રમાં સ્થાન આપીને મહિલાઓનું સન્માન કર્યું છે. કેન્દ્ર સરકારમાં ગુજરાતના મંત્રીઓનો પણ સમાવેશ થતો નહોતો ત્યારે ગુજરાતના ઘણા સાંસદો આજે મંત્રી પદે બીરાજમાન થયા છે. જેનો તમામ શ્રેય ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીણ શિરે જાય છે. વધુમાં, સીમાબેન જોશીએ ગુજરાત સરકાર દ્વારા ચાલતી યોજના બાલિકા સમૃદ્ધિ યોજના, વિધવા સહાય અને તાલીમ યોજના, સરસ્વતી સાધના યોજના, કુંવરબાઈનું મામેરું સાત ફેરા સમૂહ લગ્ન, વિધવા સહાય યોજના જેવી અનેકવિધ યોજનાઓ દ્વારા મહિલાઓને સહાય આપવામાં અગ્રતાક્રમે રહી છે.
આ બેઠકનું સંચાલન જીલ્લા મહિલા મોરચા મહામંત્રી અસ્મિતાબેન રાખોલિયાએ તથા આભારવિધિ પડધરી તાલુકા મહિલા મોરચા પ્રમુખ વંદનાબેન સોનીએકરી હતી.
આ બેઠકમાં જીલ્લા મહિલા મોરચાના હોદેદારો તથા મંડલના પ્રમુખ-મહામંત્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકને સફળ બનાવવા માટે કાર્યાલય પ્રભારી અલ્પેશભાઈ અગ્રાવત, સહ-કાર્યાલયમંત્રી વિવેક સાતા તથા કિશોર રાજપૂત, આઈ.ટી.સહ-ઇન્ચાર્જ કમલ કોરિયા સહીતનાએ જહેમત ઉઠાવી હતી.