રાજકોટ પોલીસનો નવતર પ્રયોગ
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યા એ પ્રાણ પ્રશ્ન છે તેવામાં ટ્રાફિક વિભાગમાં નવા ડીસીપીની નિમણુંક બાદ ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એપ લોન્ચ કરવામાં આવી છે. આ ટ્રાફિક એપ દ્વારા લોકોને ટ્રાફિકજામ, રોડ બંધના ચોક્કસ અપડેટ સહીત તમામ સુવિધા આંગળીના ટેરવે મળી રહેશે. આ માટે રાજકોટ પોલીસ દ્વારા મેપ માય ઇન્ડિયા સાથે ખાસ ખઘઞ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે આ એપ્લિકેશન ભારતમાં જ બનેલ છે અને ગુગલ મેપ કરતા સારી એપ્લિકેશન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે આ એપ્લિકેશન મદદથી શું રાજકોટ પોલીસ ટ્રાફિક સમસ્યામાંથી લોકોને મુક્તિ અપાવી શકશે કે કેમ તે પણ મોટો સવાલ છે. રાજકોટ એ ગુજરાતનું પ્રથમ શહેર બન્યું છે કે જ્યાં વાહનચાલકો મેપ માય ઇન્ડિયા મોબાઇલ એપ્લીકેશન દ્વારા ટ્રાફિક અડચણોના સમયસર અપડેટ મેળવી શકશે. આ માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા મેપ માય ઇન્ડિયા સાથે ખઘઞ કરવામાં આવ્યો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં આધુનિક સમયમાં મોબાઇલ મેપ કોઇ અસામાન્ય વસ્તુ નથી પણ વાહન ચાલકો તેના દ્વારા રોડની એકયુરેટ સ્થિતિ જેમકે વીઆઇપી મુવમેન્ટના કારણે રોડ ટેમ્પરરી બંધ કરાયો હોય વગેરે બાબતો નથી જાણી શકતા પરંતુ હવે આ એપ દ્વારા વાહન ચાલકો રોડ પર ચાલી રહેલ કામ, ડાયવર્ઝન જેવી માહિતી પણ વધુ ચોક્કસ રીતે જાણી શકશે.