‘ખાસ-ખબર’ના કટારલેખક પરખ ભટ્ટની ઝળહળતી ઉપલબ્ધિ!
વર્ષ 2015માં ત્રણ યુવાનો દિપક ચૌહાણ, પિયુષ ગુર્જર અને શુભમ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલી યુટ્યુબ ચેનલ પર ચાલી રહેલા ‘રિયલ ટોક વિથ રિયલ હિટ શો’ પર આજ સુધીમાં કુલ 73 કરોડથી પણ વધુ વ્યૂઝ આવી ચૂક્યા છે. જુદા જુદા વિષયોના નિષ્ણાતો અને વિદ્વાનો સાથે એમના પોડકાસ્ટ નિયમિત રીતે રીલિઝ થતાં રહે છે, જેમાં ગત 20 સપ્ટેમ્બરના રોજ ‘ખાસ-ખબર’ના કટારલેખક પરખ ભટ્ટ સાથેનો પ્રથમ એપિસોડ રીલિઝ કરવામાં આવ્યો.
- Advertisement -
તંત્રવિદ્યા અને અઘોરપંથ જેવા વિષયોમાં ઊંડાણપૂર્વકનું પ્રાયોગિક જ્ઞાન ધરાવતાં પરખ ભટ્ટ સાથેના પ્રથમ એપિસોડને માત્ર નવ દિવસમાં જ છ લાખથી વધુ લોકોનો પ્રેમ મળી ચૂક્યો છે. આ વિષય પરનો જ બીજો જ્ઞાનસભર એપિસોડ આગામી દિવસોમાં રીલિઝ થનાર છે. આ ગૌરવપ્રદ ઉપલબ્ધિ બદલ ‘ખાસ-ખબર’ પોતાના કટારલેખક પરખ ભટ્ટ માટે અંતરથી આનંદ વ્યક્ત કરે છે.
આજના સમયમાં યુટ્યુબ પર સૌથી વધુ જોવાતા વિડીયોઝમાં ‘પોડકાસ્ટ’ કેટેગરી અવ્વલ ક્રમાંક ધરાવે છે. કોઈ પણ વિષય કે ક્ષેત્ર સાથે સંકળાયેલા એક્સપર્ટ સાથેની વાતચીત સાંભળવી લોકોને ખૂબ જ ગમી રહી છે. પોડકાસ્ટ થકી લોકોને કોઈ પણ ફિલ્ડ કે વિષય અંગેની ગહન માહિતી પ્રાપ્ત થાય છે, કારણ કે એ માહિતીનો ખજાનો પીરસનાર વ્યક્તિ પોતે જે તે વિષય કે ક્ષેત્રનો માંધાતા હોય છે. ‘રિયલ હિટ’ નામની એક યુટ્યુબ ચેનલના હોસ્ટ પણ આ પ્રકારના પોડકાસ્ટ કંડક્ટ કરે છે. નવાઈની વાત તો એ છે કે, રિયલ હિટ ચેનલ 43 લાખ કરતાં વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી ભારતની નંબર-વન ‘ઝશિ-ઇંજ્ઞતિ’ં યુટ્યુબ ચેનલ છે. એટલે કે આ યુટ્યુબ ચેનલ પર ત્રણ યુવાનો દિપક ચૌહાણ, પિયુષ ગુર્જર અને શુભમ ગાંધી, અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાંતો સાથે ગોઠડી જમાવે છે. રિયલ હિટ ચેનલ પર ‘ભારતીય આધ્યાત્મ અને સનાતન ધર્મ’ને સંલગ્ન હોય તેવા જ એક પોડકાસ્ટમાં બેસ્ટ સેલિંગ લેખક, ખાસ-ખબરના કટાર લેખક અને શ્રીવિદ્યા ઉપાસક ‘પરખ ભટ્ટ’ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. દિલ્હી ખાતે એમના સ્ટુડિયોમાં શૂટ કરવામાં આવેલાં આ એપિસોડનો વિષય હતો, અઘોરમાર્ગ અને અઘોરીના જીવનના રહસ્યો!
ભારત આદિકાળથી અનેક ગૂઢાતિગૂઢ રહસ્યો સાચવીને બેઠેલો દેશ છે. અહીંના અધ્યાત્મ પાસે જે જ્ઞાન છે, ત્યાં સુધી તો વિજ્ઞાન પણ આજ સુધી પહોંચી શક્યું નથી. સનાતન ધર્મના વાહક સમી ભારતભૂમિએ પાછલાં હજારો વર્ષોમાં અનેકાનેક સંતો-મહંતો-ઋષિમુનિઓ-સાધુઓ-અઘોરીઓ અને તાંત્રિકો જોયા છે, જેમણે આ દેશ અને લોકો માટે પોતાની જાત ખર્ચી નાંખી હોય. અપ્રતિમ અને ચોંકાવનારી સિદ્ધિઓના સ્વામી હોવા છતાં તેમણે સ્વાર્થવૃત્તિને કદી અપનાવી નહીં. ભારતના આ આધ્યાત્મિક વારસાને ‘રિયલ હિટ’ ચેનલ પર ઉજાગર કર્યો છે, પરખ ભટ્ટે!
- Advertisement -
અનેક સેલિબ્રિટી, રાજનેતાઓ આ પોડકાસ્ટ શૉમાં આવી ચૂક્યા છે
બોલિવૂડથી માંડીને એન્ટરપ્રિન્યોરશિપ, ઈતિહાસ, વિજ્ઞાન, ટેક્નોલોજી, ધર્મ-અધ્યાત્મ સહિતના અનેક વિષયોને આવરી લેતાં આ પોડકાસ્ટ શોમાં આજ સુધીમાં અનેક સિલેબ્રિટીઓ, રાજનેતાઓ અને મહાનુભાવો હાજરી આપી ચૂક્યા છે. વિશાલ મલ્હોત્રા, સોનાક્ષી સિંહા, હુમા કુરેશી, બી પ્રાક વગેરે જેવા નામી કલાકારો શરૂ કરીને નીતિશ રાજપૂત, એલ્વિશ યાદવ, હર્ષ બેનિવાલ જેવા યુટ્યુબ સેલિબ્રિટિઝ, મેજર જનરલ યશ મોર, કર્નલ રાજીવ ભારવાન જેવા એક્સ-આર્મી પર્સનલ્સ પણ આ યાદીમાં સમાવિષ્ટ છે.
તમામ ક્ષેત્રના નિષ્ણાંતો સાથે ચર્ચા કરી તેનું જ્ઞાન દેશ-વિદેશ સુધી પહોંચાડાય છે
જિજ્ઞાસાના માધ્યમથી જ્ઞાન અર્જિત કરાવતાં આ પોડકાસ્ટનો મુખ્ય હેતુ તમામ પ્રકારના વિષયોના નિષ્ણાતો સાથે વાતચીત કરીને એમનું જ્ઞાન દેશ-વિદેશના લોકો સુધી પહોંચાડવાનો છે. શોમાં મહેમાન તરીકે આવતાં વિદ્વાનો પોતાની સફળતાના કારણો જણાવવા ઉપરાંત આ યાત્રામાં એમણે કરેલી અનુભૂતિઓ થકી શિક્ષણ આપવાનું કામ પણ કરે છે. યુટ્યુબ પર ‘છયફહઇંશિ’ં ચેનલ પર આ પોડકાસ્ટ ઉપલબ્ધ છે.
અષ્ટ-ક્ષેત્રપાળમાંના ચંડ અને કપાલી ભૈરવની સાધના, તંત્રક્રિયાઓ પાછળના ગૂઢ રહસ્યો, અઘોરમાર્ગના વિભિન્ન પ્રયોગો અંગે વિસ્તૃત ચર્ચા
માત્ર નવ દિવસના ટૂંકાગાળામાં એમના પહેલા એપિસોડને 6 લાખ કરતાં પણ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ જ રિયલ હિટ ચેનલ પર પરખ ભટ્ટનો હજુ બીજો એપિસોડ આગામી થોડા દિવસોમાં રીલિઝ થશે, જેમાં પણ તંત્રવિદ્યા અને અઘોરપંથ સંબંધિત ખાસ્સી ચર્ચા કરવામાં આવી છે. એકદમ સરળ અને સુપાચ્ય ભાષામાં થયેલી આ વાતચીત નવી પેઢી તેમજ જૂની પેઢીને એકબેઠકે આખો એપિસોડ પૂરો કરવા મજબૂર કરે તેટલી રોચક છે. યુટ્યુબ પર ‘રિયલ હિટ અને પરખ ભટ્ટ’ ટાઈપ કરવાથી પણ આપને આ એપિસોડ તરત દેખાઈ આવશે. આશા છે કે એપિસોડ જોયા પછી આપ તેના કમેન્ટ સેક્શનમાં આપના પ્રતિભાવ જણાવશો, એપિસોડને લાઈક કરશો તેમજ આપના મિત્રો અને સ્વજનોને શેર પણ કરશો.
આ પોડકાસ્ટમાં પરખ ભટ્ટે અઘોરપંથ વિષેની અનેક અજાણી બાબતોના રહસ્યને ઉજાગર કર્યું છે. સાચા અઘોરી કોને કહેવાય? શું અઘોરી લગ્ન કરી શકે? શું સ્મશાનમાં જવું અપવિત્ર છે? અઘોરીઓ પાસે ક્યાં ક્યાં પ્રકારની સિદ્ધિઓ હોય છે? જો સાધક તંત્ર વિદ્યાથી પ્રાપ્ત થયેલી સિદ્ધિઓનો દૂરપયોગ કરે તો તેનાથી સાધકને ક્યાં ક્યાં પ્રકારના નુકશાન થાય? અષ્ટ-ભૈરવ એટલે શું? વગેરે વગેરે જેવા અનેક પ્રક્ષોનો જવાબ સામાન્ય વ્યક્તિને સમજાય તે પ્રકારની સરળ અને સ્પષ્ટ માહિતી પરખ ભટ્ટે આપી છે. આ પોડકાસ્ટમાં પરખ ભટ્ટે અષ્ટ-ક્ષેત્રપાળમાંના ચંડ અને કપાલી ભૈરવની સાધના, તંત્રક્રિયાઓ પાછળના ગૂઢ રહસ્યો, અઘોરમાર્ગના વિભિન્ન પ્રયોગો અંગે ખૂબ જ વિગતે ચર્ચા કરી છે. આથી જો તમને આ પ્રકારની અવનવી અને ગૂઢ બાબતો જાણવામાં રસ હોય, તો અચૂકપણે ‘રિયલ હિટ’ ચેનલ પર રીલીઝ થયેલો આ પહેલો એપિસોડ તમારે જોવો જોઈએ. અગાઉ પરખ ભટ્ટનો અન્ય એક પોડકાસ્ટ ભારતની ભારતના સર્વોચ્ચ પોડકાસ્ટ પ્લેટફોર્મ ધ રણવીર શો પર પણ રીલીઝ થઈ ચૂક્યો છે. આ પોડકાસ્ટ પણ હાલ 13 લાખ કરતાં વધુ લોકો જોઈ ચૂક્યા છે. અને તેમ છતાંય બંને ચેનલ્સ પર પરખ ભટ્ટના પોડકાસ્ટના વ્યુઝનો પારો સતત ઉપર ચડી રહ્યો છે અને વ્યુઝનો આંકડો વધુ ને વધુ મોટો થઈ રહ્યો છે. ‘રિયલ હિટ’ ચેનલ પર જનારા સર્વપ્રથમ ગુજરાતી લેખક તરીકે ‘ખાસ-ખબર’ પરિવાર પરખ ભટ્ટ માટે ગૌરવની લાગણી અનુભવે છે.
આ મુદ્દાઓ પર એપિસોડમાં થઈ વિગતે ચર્ચા…
1) સાચા અઘોરી કોને કહેવાય?
2) શું અઘોરી લગ્ન કરી શકે?
3) અષ્ટ-ક્ષેત્રપાળ એટલે શું?
4) તંત્રક્રિયાઓ પાછળના ગૂઢ રહસ્યો
5) અઘોરમાર્ગના વિભિન્ન પ્રયોગો
6) અઘોરીઓને ક્યાં ક્યાં પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત હોય છે?
7) ખરાબ આશયથી કરાયેલી અભિચાર ક્રિયાથી શું સાધકને નુકશાન થાય?
8) અભિચાર ક્રિયાથી બચવા માટે શું કરવું જોઈએ?
9) ચંડ અને કપાલી ભૈરવની સાધના કયા પ્રકારની હોય?