દિલ્હીમાં પ્રદૂષણના કારણે આ વખતે પણ દિવાળીમાં ફટાકડા પર પ્રતિબંધ રહેશે. આ જાણકારી પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આપી છે.
દિલ્હીમાં પ્રદૂષણના કારણે આ વખતે પણ દિવાળીમાં ફટાકડા પર પ્રતિબંધ રહેશે. આ જાણકારી પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આપી છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ટ્વિટ કરીને કહ્યું કે, દિલ્હીમાં લોકોને પ્રદૂષણના ખતરાથી બચાવવા માટે ગત વર્ષની માફક આ વર્ષે પણ ફટાકડા ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ તથા ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવામાં આવી રહ્યો છે. જેથી લોકોની જીંદગી બચાવી શકાય.
- Advertisement -
दिल्ली में लोगों को प्रदूषण के खतरे से बचाने के लिए पिछले साल की तरह ही इस बार भी सभी तरह के पटाखों के उत्पादन, भंडारण, बिक्री और उपयोग पर पूरी तरह प्रतिबंध लगाया जा रहा है, तांकि लोगों की जिंदगी बचाई जा सके।
— Gopal Rai (@AapKaGopalRai) September 7, 2022
- Advertisement -
ગત વર્ષે આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે ફટાકડા પર બેન મામલે NGTના આદેશમાં દખલ કરવાનો ઈન્કાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે, એનજીટીના આદેશમાં સ્પષ્ટ છે કે, જે વિસ્તારમાં હવાની ગુણવત્તા ખરાબ હશે, ત્યાં ફટાકડાના વેચાણ અને ચલાવવા પર પ્રતિબંધ રહેશે. જે વિસ્તારમાં એક ક્વાલિટી સારી રહેશે, ત્યાં મંજુૂરી આપી શકાય છે. સુપ્રીમ કોર્ટે એનજીટીના આદેશ વિરુદ્ધની અરજીને ફગાવી દીધી હતી.
જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે કહ્યું હતું કે, ફટાકડાનું સ્વાસ્થ્ય પર કેટલી ખરાબ અસર પડે છે, તેના માટે કોઈ અધ્યયન કે શોધની જરુર નથી. શુ અમને આપના ફેફસા પર ફટાકડાના પ્રભાવને સમજવા માટે IITની જરુર છે ? આ સામાન્ય જ્ઞાન છે. અમે 2017થી એક લાંબી સફર કાપી ચુક્યા છીએ.