L.E. કોલેજ ગ્રાઉન્ડ ખાતે હાઇડ્રન્ટ ડ્રિલ યોજાઈ: ગઘઈ ન ધરાવતાં બિલ્ડિંગોને નોટિસ ફટકારાઈ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.22
- Advertisement -
સર્કતતા અને તાલીમ મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા સ્ટાફની સતર્કતા વધારવા એલ. ઈ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે હાઇડ્રન્ટ ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત 05 ઇન્ડસ્ટ્રીઝના 95 કર્મચારીઓને ફાયર પ્રિવેન્શનની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને આગના સાધનોના યોગ્ય ઉપયોગ વિશે માહિતગાર કરવાનો અને ઇમરજન્સી સમયે જાન-માલનું નુકસાન અટકાવવાનો છે.
કડક ચેકિંગ અને અમલીકરણ ફાયર સેફ્ટીના ભાગરૂપે ટીમ દ્વારા સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર ગઘઈ અને સેફ્ટી સર્ટિફિકેટનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નિયમોનું ઉલ્લંઘન કરનાર બિલ્ડીંગોને નોટિસ આપી જરૂરી ગાઈડલાઈન આપવામાં આવી હતી. અગાઉ આપેલી નોટિસના પગલે અત્યાર સુધીમાં 172 કોમ્પ્લેક્ષ અને 34 સમાજવાડીમાં ફાયર સિસ્ટમ લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આધુનિક સાધનો સાથે સેવા ફાયર બ્રિગેડના જવાનો ઙઙઊ કિટ, હેલ્મેટ અને વન લેયર શૂટ જેવા આધુનિક સાધનો સાથે સજ્જ થઈને કામગીરી કરી રહ્યા છે. કોઈપણ આકસ્મિક દુર્ઘટના સમયે નાગરિકોને (02822) 230050 અથવા 101 અને 112 નંબર પર તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.



