RTOમાં આગ શોર્ટ સર્કિટનાં કારણે લાગી હોવાનું તારણ
આગથી લાખોનું નુકસાન, અનેક દસ્તાવેજો બળીને ખાક
- Advertisement -
આજે લાઈસન્સ, રજિસ્ટ્રેશન, નંબર પ્લેટ, વાહન ટ્રાન્સફરને લગતી તમામ કામગીરી બંધ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની આરટીઓ ઓફીસમાં મોડી રાત્રે 3 કલાકની આસપાસ શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ચકચાર મચી છે. જો કે, ફાયર બ્રિગેડને જાણ કરાતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગને કાબૂમાં લીધી હતી. ફાયર બ્રિગ્રેડની ટીમ દ્વારા અઢીથી ત્રણ કલાકની જહેતમ બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં અનેક દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા. અને લાખોનું નુકસાન થવા પામ્યું હતું. જેને પગલે આજે છઝઘ કચેરી ખાતે ડ્રાઇવ ટેસ્ટીંગ સહિતની તમામ કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં ઈલેક્ટ્રીક ડિપાર્ટમેન્ટમાં આગ લાગતા ત્યાંથી ઇંજછઙ વિભાગમાં આગ પહોંચી હતી. જ્યાં આખો વિભાગ બળીને ખાક થયો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મધરાત્રે રાજકોટની છઝઘ કચેરીમાં મધરાત્રે 3 વાગ્યાની આસપાસ છઝઘ કચેરીના નંબર પ્લેટ વિભાગમાં આગ લાગી હતી, ફાયર બ્રિગેડની ટીમે દોડી જઇ સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગે પળવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જેથી દૂર-દૂર સુધી આગના લબકારા દેખાતા લોકોના ટોળાં ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા.
- Advertisement -
આરટીઓ ઓફીસમાં લાગેલી આગને ભારે જહેમત બાદ કાબૂમાં લેવાઈ હતી. જે મુદ્દે આરટીઓના પોલીસ ઈન્સ્પેક્ટર કે.એમ. ખપેડએ જણાવ્યું હતું કે, આગ લાગવાથી લેપટોપ, કોમ્પ્યુટર, પ્રિન્ટર જેવી વસ્તુઓ બળી ગઇ છે, વીજ પુરવઠામાં વિક્ષેપ પડયો છે, જે સ્થિતિને ધ્યાને લઇ વાહન લાયસન્સ, વાહન રજિસ્ટ્રેશન, નંબર પ્લેટ, એડ્રેસ ચેન્જ, વાહન ટ્રાન્સફરને લગતી તમામ મહત્વની કામગીરી આજે બંધ રાખવામાં આવી છે.
RTO ઈન્પેક્ટર કે. એમ. ખપેડએ આગ વિશે શું કહ્યું તે સાંભળવા અહીં ક્લિક કરો…