શોર્ટ સર્કિટથી બે દુકાનોમાં લાખોનું નુકસાન, ત્રણ
ફાયર બ્રિગેડની ટીમે 4 કલાકે આગ કાબૂમાં લીધી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં મોડી રાત્રે બે વાગ્યે જૂના બસ સ્ટેન્ડમાં ઉમિયા કોમ્પલેક્ષમાં આવેલી ધનંજય હાર્ડવેર સ્ટોર્સની બે દુકાનમાં વિકરાળ આગ લાગતા મોટુ નુકશાન પહોંચ્યું હતું. પરંતુ આ આગની ઘટનામાં સદભાગ્યે જાનહાની ટળી હતી. પાટડી ફાયર બ્રિગેડની ટીમ, ધ્રાંગધ્રા ફાયર બ્રિગેડની ટીમ અને વિરમગામ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્રણથી ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
- Advertisement -
ધ્રાંગધ્રાના વિઠ્ઠલગઢમાં આવેલી પેપર મિલમાં લાગેલી વિકરાળ આગ તો છેક 30 કલાકે કાબુમાં આવી હતી. જેમાં અંદાજે એક કરોડથી પણ વધારેનું નુકશાન આવ્યું હતું. અને ગઈકાલે લીંબડી શહેરી વિસ્તારમાં આવેલી પાંજરાપોળ અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનાની શાહી હજી સુકાઈ નથી, ત્યાં પાટડીમાં મોડી રાત્રે બે વાગ્યે જૂના બસ સ્ટેન્ડમાં ઉમિયા કોમ્પલેક્ષમાં આવેલી ધનંજય હાર્ડવેર સ્ટોર્સની બે દુકાનમાં આગ લાગવાની ગોઝારી ઘટના બની હતી.
ત્યારે પાટડીમા મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. પાટડી જૂના બસસ્ટેન્ડમાં ઉમિયા કોમ્પ્લેક્સમાં ચંદ્રસિંહ ધીરુભા ઝાલાની ધનંજય હાર્ડવેર સ્ટોર્સની બે દુકાનોમાં મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આ આગની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. આ આગને કારણે દુકાનોમાં પડેલો માલ બળીને ખાખ થઇ જતા મોટુ નુકશાન થયું હતું. જેમાં લાખો રૂપિયાના નુકશાન થયાની શકયતા સેવાઈ રહી છે. જયારે આ વિકરાળ આગને કારણે સદભાગ્યે કોઈ જાનહાની થઇ નહોતી. ત્રણથી ચાર કલાકની ભારે જહેમત બાડ તમામ ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી.



