મહાકુંભમાં નાસભાગના બીજા દિવસે દુર્ઘટના
ખાસ-ખબર ન્યૂઝ પ્રયાગરાજ
- Advertisement -
પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ભાગદોડ થયાના બીજા દિવસે ગુરુવારે આગ લાગી છે. મેળા વિસ્તારના સેક્ટર-22માં ઘણા પંડાલ સળગી ગયા છે. ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે. જે જગ્યાએ આગ લાગી ત્યાં કોઈ પબ્લિક નહોતી, તેથી કોઈ જાનહાનિના અહેવાલ નથી. વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જોકે, આગ લાગવા પાછળનું કારણ શું હતું. તે હજુ ક્લિયર થયું નથી.
બુધવારે એટલે કે ગઈકાલે મૌની અમાવસ્યા નિમિત્તે ભાગદોડ મચી ગઈ હતી. આમાં 40થી વધુ લોકોના મોત થયા હતા. વહીવટીતંત્રે 30 લોકોના મોતનો સ્વીકાર કર્યો હતો. મહાકુંભના મેળા વિસ્તારમાં 19 જાન્યુઆરીએ સાંજે 4.30 વાગ્યે આગ લાગી હતી. શાસ્ત્રી બ્રિજ પાસે સેક્ટર 19માં ગીતા પ્રેસના કેમ્પમાં આગ લાગી હતી. આગમાં ગીતા પ્રેસની 180 પંડાલ બળીને ખાખ થઈ ગયા હતા.
નાસભાગની ઘટના બાદ મેળામાં અવર-જવરના રૂટ અલગ કરાયા: વાહનોને નો એન્ટ્રી, VVIP પાસ રદ્દ
- Advertisement -
બુધવારે પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ બાદ આજે ભીડ ઓછી છે. મેળામાં આવવા-જવા માટેના રૂટ અલગ કરવામાં આવ્યા છે. પ્રયાગરાજ શહેરમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. મેળા વિસ્તારને સંપૂર્ણ નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે અહીં કોઈ વાહન પ્રવેશશે નહીં. તેમજ VVIP પાસ પણ રદ કરવામાં આવ્યા છે. આ નિયમો 4 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે.
અખિલેશ યાદવે કહ્યું કે હું પીડિતોને મળવા નહીં જઈશ. હું મળવા જઈશ તો ભાજપ મારા પર રાજનીતિ કરવાનો આરોપ લગાવશે. ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક કહ્યું- તપાસ માટે કમિશનની રચના કરવામાં આવી છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.