પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો, જાનહાનિ ટળી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
- Advertisement -
વેરાવળ બંદરે રવિવારે મોડી રાત્રે બોટની કેબિનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.જેને પગલે ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યું હતું. ફાયર વિભાગમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળ બંદરે રવિવારે રાત્રે 12 વાગ્યા આસપાસ બોટની કેબિનમાં આગ લાગી હતી.જેના પગલે વેરાવળ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરમેન જીતેન્દ્રસિંહ ગોહિલ અને વિજય કોડીયાતર સહિતનો સ્ટાફ મીની ફાયર ફાયટર સાથે ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પંરતુ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું ન હતું.



