ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.31
સાયલા તાલુકામાં ધમરાળા ગામની સીમમાં પવનચક્કીમાં આગ ભભુકી ઉઠી છે. જેથી ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર વિભાગની ટીમે તાત્કાલીક પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
આ અંગે મળતી માહિતી પ્રમાણે ધમરાળા ગામની સીમમાં ઊભી પવનચક્કીમાં આગ ભભુકી ઉઠી છે. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને પગલે આજુબાજુના વિસ્તારમાં લોકો ભયભીત થઈ ગયાં હતાં.
- Advertisement -
આગના બનાવની જાણ પવનચક્કીના કર્મચારીઓને થતાં ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ફાયર ફાઈટરને પણ જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડ ટીમે મહા જેહમત બાદ આગને કાબુમાં લીધી હતી અને આ આગના બનાવથી કોઈ જાનહાનિ થઇ ન હોતી.



 
                                 
                              
        

 
         
         
        