15 બાઈક અને કાર બળીને ખાક થઇ ગઇ
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના ગોંડલ રોડ પર આવેલા ક્રિષ્ના ટીવીએસ નામના શોરૂમમાં આજરોજ સવારના સુમારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.બનાવના પગલે અહીં શોરૂમમાં કામ કરનાર કર્મચારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. આગે થોડીવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા એક બાદ એક ચાર ફાયર ફાઈટર અહીં પહોંચી જઈ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં 15 જેટલા બાઈક અને બહાર પડેલી કાર બળીને ખાક થઇ જતા 10 લાખથી વઘુનું નુકશાન થયું હોવાનું માલુમ પડ્યું છે.
- Advertisement -
શહેરના ગોંડલ રોડ પર પીડીએમ કોલેજથી આગળ એસ.ટી વર્કશોપ પાસે આવેલા ક્રિષ્ના ટીવીએસ નામના શોરૂમમાં આજરોજ સવારના સુમારે 8:58 કલાકે આગ લાગી હોવાની જાણ શોરૂમના સંચાલક મયુરભાઈ દ્વારા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય ફાયર બ્રિગેડ દ્વારા એક બાદ એક ચાર ફાયર ફાઈટર અહીં આગ ઓલવવા માટે મોકલી દેવામાં આવ્યા હતા.
ફાયર ફાઈટર દ્વારા સતત પાણીનો મારો ચલાવી અંદાજિત દોઢથી બે કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં અહીં શોરૂમમાં પડેલા 15 જેટલા બાઇક અને બહાર પડેલી વેગેનાર કાર સળગીને ખાક થઈ ગયા હતા. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ક્રિષ્ના ટીવીએસ નામના આ શોરૂમના માલિક કિશોરસિંહ જાડેજા છે.મયુરભાઈ અહીં સંચાલન કરે છે.સવારના સુમારે શોરૂમમાં શોર્ટ સર્કિટ થયા બાદ આગ લાગી હતી. આગના પગલે અહીં કામ કરનાર પાંચ જેટલા કર્મચારીઓ તાકીદે બહાર નીકળી ગયા હતા. પળવારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જાણ કરવામાં આવી હતી. જોકે સદનશીબે તેમાં કોઈ દાઝ્યું ન હતું. સ્વરૂપ ધારણ કરી લીધું હોય આ અંગે ફાયર વિકેટને જાણ કરતા ફાયર બ્રિગેડે. એક બાદ એક તાકીદે ચાર ફાયર ફાઈટર દ્વારા આગ ઓલવવાની કામગીરી કરવામાં
આવી હતી.