જાટ ફિલ્મમાં ખ્રિસ્તી ધર્મના અનાદર થતાં સની દેઓલ અને રણદીપ હુડ્ડા પર કેસ
પંજાબમાં ખ્રિસ્તી સમુદાયે આરોપ લગાવીને વિરોધ કર્યો હતો
- Advertisement -
સની દેઓલ અને રણદીપ હુડ્ડાની ફિલ્મ જાટ થોડા દિવસો પહેલા જ રીલિઝ થઈ છે. પંજાબમાં ખ્રિસ્તી સમુદાયે આરોપ લગાવીને વિરોધ કર્યો હતો કે, ફિલ્મમાં તેમના ધર્મ સાથે જોડાયેલી વસ્તુઓનું અપમાન કરવામાં આવ્યું છે.
પંજાબના જલંધરમાં ફિલ્મ અભિનેતા સની દેઓલ અને રણદીપ હુડ્ડા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા સિનેમાઘરોમાં રિલીઝ થયેલી સની દેઓલ અને રણદીપ હુડ્ડાની ફિલ્મ જાટ વિરુદ્ધ પંજાબમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ પછી જલંધરમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આરોપ છે કે, ફિલ્મમાં અભિનેતા રણદીપ હુડ્ડાએ ઇસુ ખ્રિસ્ત અને ખ્રિસ્તી ધર્મમાં ઉપયોગમાં લેવાતી પવિત્ર વસ્તુઓનો અનાદર કર્યો છે.
જાલંધરના સદર પોલીસ સ્ટેશનમાં બોલિવૂડ એક્ટર સની દેઓલ, રણદીપ હુડ્ડા, વિનીત કુમાર, નિર્દેશક ગોપી ચંદ, જાટ ફિલ્મના નિર્માતા નવીન માલિનેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ખ્રિસ્તી સમુદાય આને લઈને રોષ વ્યક્ત કરી રહ્યો હતો.