તત્કાલીન C.O જીતેન્દ્ર પટેલને રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ચોટીલાના તત્કાલીન ચીફ ઓફિસરે માહિતી આપવામાં વિલંબ કરતા રાજ્ય માહિતી આયોગ દ્વારા ચીફ ઓફિસરને દંડ ફટકાર્યો હતો જેમાં ચોટીલા નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન છબીલભાઈ વાઘેલા દ્વારા તળાવના કામ અર્થે માંગવામાં આવેલી માહિતી તત્કાલીન ચીફ ઓફિસર અને જાહેર માહિતી અધિકારી જીતેન્દ્ર પટેલ દ્વારા સમય મર્યાદામાં માહિતી પૂરી પાડી ન હતી જેને લઇ અરજદાર દ્વારા આર.ટી.આઈના નિયમ મુજબ પ્રથમ અપીલ કરી હતી જેમાં અપીલ અધિકારી દ્વારા બે દિવસમાં અરજદારને માહિતી પૂરી પાડવા સૂચના આપી હોવા છતાં ચીફ ઓફિસર દ્વારા માહિતી આપવામાં વિલંબ કરતા અરજદાર દ્વારા રાજ્ય માહિતી આયોગને આ અંગે રજૂઆત કરતા ચોટીલાના તત્કાલીન ચીફ ઓફિસર જીતેન્દ્ર પટેલને રાજ્યના માહિતી આયોગ અધિકારીએ રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો હતો.



