OpenAI કંપનીના સહ-સંસ્થાપક અને સીઇઓ સૈમ આળ્ટમેનને પદ પરથી હટાવવામાં આવ્યા છે. હવે સેમ એલ્ટમેનની જગ્યાએ કંપનીના નવી ચીફ ટેક્નોલોજીનું પદ મીરા મુરાતી સંભાળશે. મીરા મુરાતીને હવે કંપનીના નવા અંતરિમ સીઇઓ બનાવવામાં આવ્યા છે, આ બાબતે કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તેઓ સીઇઓ પદ માટે યોગ્ય વ્યક્તિની શોધ કરી રહ્યા છે. ઓપનઆઇના સીઇઓ બનતા જ મીરા મુરાતી અચાનક સમાચારમાં આવી ગયા છે. તો આવો જાણીએ,
કોણ છે મીરા મુરાતી?
મીરા મુરાતી અલ્બાનિયા મૂળના છે, તેમના માતા-પિતા પણ અલ્બાનિયાથી છે. મીરાનું શિક્ષણ કેનેડાથી થયું છે અને તેઓ મેકેનિકલ એન્જિનિયર છે. ડર્ટમાઉથ કોલેજમાં સ્નાતકના અભ્યાસ દરમ્યાન મીરા મુરાતીએ એક હાઇબ્રિડ રેસ કાર બનાવી હતી. મીરા મુરાતી ગોલ્ડમૈન સેકમાં ઇન્ટરશીપ પણ કરી ચુકી છે. મીરાને વર્ષ 2018માં ઓપનઆઇમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પહેલા મીરા ઇલેકટ્રિકલ વ્હીકલ બનાવવાળી કંપની ટેસ્લામાં કામ કરૂ ચૂક્યા છે તેમજ કંપનીની મોડેલ એક્સ કારને ડેવલોપ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. મીરાને ટેસ્લામાં સીનિયર પ્રોડક્ટ મેનેજર પોસ્ટ પર ત્રણ વર્ષ સુધી કામ કર્યું છે.
- Advertisement -
મીરાની સાથે કમ્યૂટિંગ સિસ્ટમ વિકસિત કરનારી સ્ટાર્ટઅપ કંપની લીપ મોશનમાં પણ કામ કરી ચૂકી છે.
ઓપનઆઇના સીઇઓ બન્યા પછી મીરા મુરાતીને કંપનીના કર્મચારીઓને એક ચિઠ્ઠી લખી છે, જેમાં તેમણે કહ્યું કે, તેઓ કંપનીમાં નેતૃત્વની ભૂમિકામાં સમ્માનિત તેમજ ભાગ્યશાળી માની રહી છે. મુરાતીની સાથે જ આ ચિઠ્ઠીમાં આલ્ટમૈનએ અચાનક જવા પર કર્મચારીઓએ કહ્યું કે, તેઓ ફક્ત પોતાના કામ પર ફોક્સ કરે.
મુરાતીએ લખ્યું કે, અમે એક મહત્વના તબક્કા પર છીએ, જયારે અમારે ટૂલ્સને મોટી સંખ્યામાં લોકો ઉપયોગ કરી રહ્યા છે. સાથે જ નીતિ નિર્ધારિત એઆઇને રેગ્યુલેટ કરવાની કોશિશ કરી રહ્યા છે. મુરાતીએ એઆઇને ઉજ્જવળ ભવિષ્ય માટે ઉપયોગ કરવાની વાત કહી છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, ઓપન એઆઇના બોર્ડના કંપનીના સંસ્થાપક સેમ આલ્ટમેનને સીઇઓ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. બોર્ડના સભ્યોનું કહેવું છે કે, સેમ આલ્ટમેનનું બોર્ડની સાથે કોમ્યુનિકેશન સારૂ નહોતું તેમજ સાથે જ બોર્ડને આલ્ટમેનની ટેકનિકમાં પણ વિશ્વાસ નહોતો. કંપનીએ આ વાત ઓફિશીયલ બહાર પાડી નથી.