મેષ – ખર્ચ વધારે રહેશે અને આર્થિક સ્થિતિ તંગ રહેશે. ટળી શકે તેવા ખર્ચને ટાળવા ઉત્તમ રહેશે નહીં તો નુકસાન મોટુ થશે.
વૃષભ – વેપાર, કારોબારના કામમાં બઢતી જોવા મળી રહી છે. પ્રયત્ન કરવાથી કારોબારી મુશ્કેલી પણ ટળી રહી છે. શત્રુ નબળા થશે.
- Advertisement -
મિથુન – સરકારી તથા બિન સરકારી કામોમાં સફળતા મળશે. મોટા લોકો મહેરબાન થશે. માન-સમ્માનની પ્રાપ્તિ થશે.
કર્ક – સામાન્ય રીતે ભાગ્ય બુલંદ રહેશે. સ્વાસ્થ્યને લઈને બેદરકારી રાખવી નહીં. બેદરકારી ભારે પડી શકે છે.
સિંહ – પેટની સમસ્યા બાબતે બેદરકાર રહેવું યોગ્ય નથી. પરેજી પાડવી જરૂરી હોય તો તેના પર તુરંત અમલ કરવો. કોઈપણ કામમાં ઉતાવળ કરવી નહીં.
- Advertisement -
કન્યા – આર્થિક સ્થિતિ અને વ્યવસાયની સ્થિતિ સારી રહેશે. મન ચંચળ રહેશે. આજે કામ પુરા કરવામાં આળસ કરવું નહીં. દાંપત્યજીવન સારું રહેશે.
તુલા – નબળા મનોબળના કારણે તમે કોઈપણ કામ હાથમાં લેવાની હિંમત કરશો નહીં. પરંતુ આત્મવિશ્વાસ રાખી આજે કામ કરતા રહેવું.
વૃશ્ચિક – સંતાનના વર્તન પર ધ્યાન રાખવું. ઘરમાં ટેન્શન થઈ શકે છે. આજે વાતવાતમાં ગુસ્સો કરવાનું ટાળવું.
ધન – કોઈ મહત્વના કામને પૂરુ કરવા આજે દોડધામ રહેશે. પરંતુ પરીણામ પોઝિટિવ મળશે. કાર્ય કરતી વખતે થોડી સાવધાની રાખવી.
મકર – ઉત્સાહ, હિમ્મત તેમજ દોડધામ કરવાની શક્તિ આજે મળશે. શત્રુ તમારી સમક્ષ ઊભા પણ રહી શકશે નહીં. યશ પ્રાપ્ત થશે.
કુંભ – કોચિંગ, સ્ટેશનરીનો વ્યવસાય કરનાર લોકોને તેમના ધંધામાંથી લાભ મળશે. આજે દિવસ દરેક રીતે શ્રેષ્ઠ રહેશે.
મીન – કામકાજ માટે દિવસ સારો રહેશે, સફળતા સાથ દેશે, ગળામાં સમસ્યા થઈ શકે છે. ઠંડી વસ્તુ ખાવાથી દૂર રહેવું જોઈએ.


