એપલની WWDC 2022 ઇવેન્ટ યોજાઈ
આજકાલના જમાનામાં દરેક સમયે નવી નવી તકનીકી નો વિકાસ થતો જ રહેતો હોય છે. આપણી આસ પાસ એટલા ડિવાઈસ છે જે આપણા જીવનને સરળ બનાવે છે. જેમાં ખાસ એપલની પ્રોડક્ટ ટોપ પર રહેતી હોય છે. આ વર્ષે એપલની નવી વોચ Apple Watch Series 8 લોન્ચ થવા જઈ રહી છે. 6 જૂનના રોજ આયોજિત એપલ WWDC 2022 ઇવેન્ટમાં આ સ્માર્ટવોચનું એક ફીચર બતાવવામાં આવ્યું છે, જે લોકોના જીવ પણ બચાવશે. આવો જાણીએ આ ફીચર વિશે.
- Advertisement -
એપલ વોચ સીરીઝ 8 ફીચર
હાલમાં જ એપલ WWDC 2022 ઇવેન્ટમાં એપલે પોતાની સ્માર્ટવોચ, વોચઓએસ 9 માટે નવી ઓપરેટિંગ સિસ્ટમની જાહેરાત કરી છે. આ ઓપરેટિંગ સિસ્ટમની મદદથી સ્માર્ટવોચ પર ઘણા ફીચર્સ આવશે, જેમાંથી એક એવું છે, જે યુઝરનો જીવ પણ બચાવશે. આ ફીચરથી તમને હાર્ટ એટેક કે હાર્ટની કોઇ બીમારી વિશે અગાઉથી જાણકારી મળી જશે.
Apple Watch Series 8 માં કયા ફિચરની વાત કરવામાં આવી રહી છે ? જે હાર્ટ એટેકની જાણકારી અગાઉથી જ આપી દેશે. વોચઓએસ 9 હેઠળ, એક નવા બાયોમોનિટરિંગ સેન્સરનો સમાવેશ કરવામાં આવ્યો છે જે AFib Burden Detection માટે ઉપયોગી થશે. સત્તાવાર માહિતી અનુસાર, જો તેના હૃદયના ધબકારામાં કંઈક અસામાન્ય બાબત હશે તો આ સુવિધા વપરાશકર્તાને સૂચિત કરશે.
- Advertisement -
AFib શું છે?
આવો જાણીએ આપણે જે AFib Burden Detection ફીચરની વાત કરી રહ્યા છીએ તેમાં AFib શું છે. એફિબ એટલે કે એટ્રિયલ ફાયબ્રિલેશન માનવ શરીરમાં ત્યારે થાય છે જ્યારે હૃદયની નીચે અને ઉપરના ખંડો એકસાથે ધબકતા નથી. Apple Watch Series 8 માં AFib Burden Fibrillation આપવામાં આવશે, જેથી જો યૂઝરના શરીરમાં કઈ પણ થાય છે તો તેની જાણકારી તેમને આપવામાં આવશે, જેથી તેઓ ડોક્ટર પાસે જઇને ચેકઅપ કરાવી શકે. તમને જણાવી દઈએ કે એટ્રિયલ ફાયબ્રિલેશન (AFib) પણ હાર્ટ એટેકનું કારણ છે.
fall detection ફીચર
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ઘણા કિસ્સાઓ એવા છે જેમાં એપલ વોચે ઘણા લોકોના જીવ બચાવ્યા હોય. તેમાં એક બીજું પણ ફીચર્સ છે fall detection જેમાં તમે અચાનક ક્યાય પડી ગયા હોય કે કાર અથડાઈ હોય તો તરત જ જે પણ તમે ઈમરજન્સી નંબર સેટ રાખ્યા હશે ત્યાં ફોન લાગી જશે અને સામે વાળા ને જાણકારી મળશે કે તમે ક્યાય અથડાયા છો અથવા પડી ગયા છો.