ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર છાંયા નગરપાલિકાના કર્મચારીઓ આર્થિક સંકડામણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. છેલ્લા 6 મહિનાથી નગરપાલિકાના વર્ગ 3ના કર્મચારીઓના પગાર ચૂકવાયા નથી, જેના કારણે કર્મચારીઓ અને તેમના પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. તહેવારો નજીક આવતાં કર્મચારીઓની આ પરિસ્થિતિ વધુ કથિન બની છે.નિર્માણની જવાબદારી સંભાળનાર પોરબંદર નગરપાલિકાના કર્મચારીઓની આર્થિક સંકડામણને લીધે તેમની જીવનશૈલી પર ગંભીર અસર પડી છે.
- Advertisement -
પોરબંદર નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓને આ પરિસ્થિતિની જાણકારી હોવા છતાં, તેઓ કર્મચારીઓની પરિસ્થિતિ વિશે નિરાકાર લાગતા હોય છે.કર્મચારીઓએ જણાવ્યું કે, “જન્માષ્ટમી સહિતના તહેવારો નજીક આવી રહ્યા છે, અને એવી પરિસ્થિતિમાં પણ પગાર ન મળતા પરિવારમાં આર્થિક સમસ્યાઓ અને ઝઘડાઓ વધ્યા છે.” એવું ચર્ચાઈ રહ્યું છે કે, “કર્મચારીઓ દ્વારા ફરીયાદ કરવામાં આવે તો તેમને નોકરીમાંથી છૂટા કરવાની ધમકી આપવામાં આવી રહી છે.”કર્મચારીઓએ તાત્કાલિક પગાર ચુકવવાની માંગણી કરી છે અને આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓને સહકાર આપવા અનુરોધ કર્યો છે.