ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળના જામનગર ખાતે કાર્યરત બાજરા સંશોધન કેન્દ્રમાં શ્રમયોગી તરીકે ફરજ બજાવતા ભાવનાબેન છગનભાઈ શીલુની ટુકી બીમારી બાદ દુ:ખદ અવસાન પામ્યા હતા. ત્યારે કુલપતિ ડો. વી.પી.ચોવટીયાની પ્રેરણાથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પરિવારે દ્વારા મૃતક શ્રમયોગીના પતિ છગનભાઈ ગોવિંદભાઈ શીલુના પરિવાર પર આવી પડેલ આફતમા આર્થિક રૂપે મદદરૂપ થવા માટે આર્થિક સહાય રૂપે રૂ.64,605નુ આર્થિક યોગદાન સંશોધન નિયામક ડો. આર.બી.માદરીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન.બી.જાદવ તેમજ બાજરા સંશોધન કેન્દ્ર સહ સંશોધન વૈજ્ઞાનિક ડો.કે.કે.ઢેઢીના વરદ હસ્તે અર્પણ કરવામા આવ્યું હતું. પરીજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.