સામાન્ય બજેટ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વક્ષણ રજુ કર્યુ છે. છેલ્લા ત્રણ નાણાકિય વર્ષના વિકાસદરની સામે આ વર્ષ સૌથી ઓછો વિકાસ દર રહેવાની સંભાવના છે.
દુનિયાભરમાં મંદીના પડઘમ વચ્ચે ભારતની આર્થિક વિકાસ દર આવનારા વર્ષ 2023-24માં 6.5% રહેશે. જો કે, આ વર્ષ 7% અને છેલ્લા વર્ષ 2021-22ના 8.7% ના આંકથી ઓછો રહેશે. જો કે, આ હાલના નાણાંકિય વર્ષના 7% અને છેલ્લા નાણાંકિય વર્ષો એટલે 2021-22ના 8.7% આંકથી ઓછા છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા મંગળવારના લોકસભામાં આર્થિક સર્વક્ષમ 2022-23ના આંકડા સામે આવ્યા છે. જેમાં વિકાસ દર ઓછો રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યો છે, પરંતુ તેના કારણે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસિત થઇ રહેલી અર્થવ્યવસ્થામાંવાળા મુખ્ય દેશોમાં સામેલ રહેશે.
- Advertisement -
#BudgetSession | Union Finance Minister Nirmala Sitharaman tabled the #EconomicSurvey 2022-23 in Rajya Sabha. pic.twitter.com/NHBsCUV2oL
— ANI (@ANI) January 31, 2023
- Advertisement -
આર્થિક સર્વક્ષણમાં જણાવ્યા અનુસાર, કોરોનાના સમય પછી બીજા દેશની તુલનામાં ભારતીય અર્થવ્યવસ્થાની રિકવરી ઝડપથી થઇ રહી છે. ઘરેલુ માંગ અને પૂંજીગત નિવેશમાં વધારાના કારણે આવું થઇ રહ્યું છે. જો કે, સર્વક્ષણમાં આ ચિંતા જણાવવામાં આવી રહી છે કે, ચાલુ ખાતાની ખાધ વધી શેક છે, કારણકે દુનિયાભરમાં કિંમતો વધી રહી છે. જેનાથી રૂપિયા પર દબાણ વધી રહ્યું છે. યૂએસ ફેડરલ રિઝર્વ જો વ્યાજ દરોમાં નફો કરે છે તે રૂપિયાનું અવમૂલ્યન થાય છે. લોન લાંબા સમય સુધી મોંઘી રહે છે.
ખરીદ શક્તિ સમાનતાના સંદર્ભમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને વિનિમય દરની દ્રષ્ટિએ પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.
Economic survey pegs India's GDP growth at 6-6.8% in FY23-24 pic.twitter.com/AHQxnHfesq
— ANI (@ANI) January 31, 2023
જાણો શું છે ઇકોનોમિક સર્વ?
સામાન્ય ભાષામાં કહીએ તો આર્થિક સર્વ એટલે દેશની અર્થવ્યવસ્થાના સ્થિતિનો હિસાબ છે. તે દેશની અર્થવ્યવસ્થાનો અરીસો છે. ઈકોનોમિક સર્વેના માધ્યમથી સરકાર દેશની અર્થવ્યવસ્થા કઈ સ્થિતિમાં છે, યોજનાઓ કેટલી ઝડપથી આગળ વધી રહી છે તે જાણવા મળશે. સમગ્ર વર્ષ દરમિયાન વિકાસનું વલણ શું હતું? કયા ક્ષેત્રમાં કેટલું રોકાણ થયું? જેમ કે ઘણા પ્રશ્નોનો અરીસો છે.
વર્ષ 1950-51માં આર્થિક સર્વ સૌપ્રથમ થયો
સૌપ્રથમ આર્થિક સર્વક્ષણ વર્ષ 1950-51માં કરવામાં આવ્યો હતો. જે બજેટના દસ્તાવેજોનો ભાગ રહેતો હતો. વર્ષ 1960ના દશકામાં આ બજેટ દસ્તાવેજોથી અલગ કરવામાં આવ્યો અને કેન્દ્રિય બજેટથી એક દિવસ પહેલા રજુ કરવામાં આવે છે.