જિલ્લા કલેક્ટર કિરણ ઝવેરીએ પ્રસિદ્ધ કરી યાદી: 18,857 નવા નામ ઉમેરાયા અને 13,588 નામ કમી થયા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.18
- Advertisement -
રાજ્યભરમાં ચાલેલી સ્પેશ્યલ ઈન્ટેન્સિવ રિવિઝન (જઈંછ) ની કામગીરી પૂર્ણ થયા બાદ મોરબી જિલ્લા કલેક્ટર કિરણ ઝવેરી દ્વારા આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા બાદ મળેલી 24 હજારથી વધુ વાંધા અરજીઓ પર સુનાવણી હાથ ધરીને આ યાદીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આખરી યાદી મુજબ જિલ્લામાં કુલ 18,857 નવા નામ ઉમેરવામાં આવ્યા છે, જ્યારે 13,588 નામો કમી કરવામાં આવ્યા છે. આમ, પ્રાથમિક યાદીની સરખામણીએ કુલ 5,269 નામોનો નેટ વધારો (0.67 ટકા) નોંધાયો છે. મોરબી-માળીયા બેઠકમાં છેલ્લા બે દાયકાથી વધી રહેલા શહેરીકરણને કારણે ગ્રામ્ય વિસ્તારના મતદારો શહેરી વિસ્તારમાં શિફ્ટ થતા આંતરિક સ્થળાંતર વધુ જોવા મળ્યું છે. ચૂંટણી તંત્ર દ્વારા યુવા મતદારો માટે જાગૃતિ અભિયાન ચલાવીને પારદર્શક રીતે યાદી તૈયાર કરવામાં આવી છે જેથી કોઈ પાત્ર મતદાર બાકી ન રહી જાય.
વિધાનસભા બેઠક મુજબ મતદારોની સ્થિતિ
મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકોમાં કુલ 7,87,133 મતદારો નોંધાયા છે. બેઠકવાર આંકડાઓ નીચે મુજબ છે:
વાંકાનેર બેઠક: સૌથી વધુ 2,70,479 મતદારો.
મોરબી-માળીયા બેઠક: 2,68,340 મતદારો.
ટંકારા બેઠક: સૌથી ઓછા 2,48,314 મતદારો.
- Advertisement -
સ્ત્રી-પુરુષ મતદારોનું પ્રમાણ
જિલ્લામાં કુલ 4,09,757 પુરુષ મતદારો અને 3,77,372 સ્ત્રી મતદારો નોંધાયા છે.
વાંકાનેર: 1,41,019 પુરુષ અને 1,29,459 સ્ત્રી મતદારો.
મોરબી-માળીયા: 1,40,426 પુરુષ અને 1,27,911 સ્ત્રી મતદારો.
ટંકારા-પડધરી: 1,28,312 પુરુષ અને 1,20,002 સ્ત્રી મતદારો.



