વડાપ્રધાન મોદી, કેન્દ્રીય પ્રધાનો, અભિનેત્રી કંગના સહિતના 905 ઉમેદવારોના ભાવિ ઘડાશે : કુલ 542 લોકસભા બેઠકની ચૂંટણીનું મંગળવારે પરિણામ
દેશના આઠ રાજયોની 57 બેઠકો પર આજે સવારથી ઉત્સાહભર્યુ મતદાન ચાલી રહ્યું છે. ભીષણ ગરમી વચ્ચે ચૂંટણીનો આ છેલ્લો રાઉન્ડ છે અને 6 વાગ્યે મતદાન પુરૂ થયા બાદ 6.30 વાગ્યાથી એકઝીટ પોલ આવવાનું શરૂ થઇ જશે. તો તા. 4 જુનના રોજ મત ગણતરી થવાની છે.
- Advertisement -
બિહાર, હિમાચલ, ઝારખંડ, ઓરિસ્સા, પંજાબ, ઉત્તરપ્રદેશ, પ.બંગાળ, ચંદીગઢના મતદાન ચાલુ છે. તો અગાઉ છ તબકકામાં 486 બેઠક પર મતદાન થઇ ચુકયુ છે. આજે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી, લાલુપ્રસાદ યાદવ, મિથુન ચક્રવર્તી, હરભજનસિંહ સહિતના મહાનુભાવોએ મતદાન કર્યુ હતું.
ચૂંટણી પંચની વોટર ટર્નઆઉટ એપ અનુસાર સવારે 9 વાગ્યા સુધી 11.31% મતદાન થયું હતું. સૌથી વધુ 14.35% મતદાન હિમાચલ પ્રદેશમાં અને સૌથી ઓછું 7.69% મતદાન ઓડિશામાં થયું હતું. આ સિવાય ઓડિશામાં વિધાનસભા ચૂંટણી માટે 7.69% મતદાન થયું હતું. 4 રાજ્યોની 9 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી માટે પણ મતદાન થઈ રહ્યું છે.
આ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 5 કેન્દ્રીય મંત્રીઓ આરકે સિંહ, અનુરાગ ઠાકુર, અનુપ્રિયા પટેલ, મહેન્દ્ર નાથ પાંડે અને પંકજ ચૌધરી મેદાનમાં છે. 4 કલાકારો- કંગના રનૌત, રવિ કિશન, પવન સિંહ, કાજલ નિષાદ પણ ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય મમતાના ભત્રીજા અભિષેક બેનર્જી, અફઝલ અંસારી, વિક્રમાદિત્ય સિંહ પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. સાતમા તબક્કાની ચૂંટણીમાં 904 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં 809 પુરૂષ અને 95 મહિલા ઉમેદવારો છે.
- Advertisement -
આ તબક્કામાં સૌથી ધનિક ઉમેદવાર હરસિમરત કૌર બાદલ છે, જે પંજાબના ભટિંડાના ઉમેદવાર છે. તેમની પાસે 198 કરોડ રૂપિયાની સંપત્તિ છે. 542 લોકસભા સીટોના છઠ્ઠા તબક્કા સુધી 485 સીટો પર મતદાન થયું છે. છેલ્લી 57 બેઠકો પર 1 જૂને મતદાન થઈ રહ્યું છે.
ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક આ ચૂંટણીની સૌથી ચર્ચિત બેઠક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત અહીંથી ભાજપના ઉમેદવાર છે. કોંગ્રેસે ફરી એકવાર પોતાના પ્રદેશ અધ્યક્ષ અજય રાયને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે બસપાએ અતહર જમાલ લારીને પોતાનો ચહેરો બનાવ્યો છે. ગત ચૂંટણીમાં વારાણસીમાં કુલ 57.13 ટકા લોકોએ મતદાન કર્યું હતું.
હિમાચલ પ્રદેશની હમીરપુર લોકસભા બેઠક પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પાંચમી વખત નસીબ અજમાવી રહ્યા છે. તેઓ હાલમાં મોદી સરકારમાં રમતગમત, યુવા બાબતો અને માહિતી અને પ્રસારણ મંત્રી છે. અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલના પુત્ર છે.
ઉત્તર પ્રદેશની મિર્ઝાપુર બેઠક 5ર અપના દળની અનુપ્રિયા પટેલ ફરી એકવાર અહીંથી ચૂંટણી લડી રહી છે. તેઓ હાલમાં કેન્દ્ર સરકારમાં વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રીનો હોદ્દો ધરાવે છે. આ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની ચંદૌલી બેઠક પણ ચર્ચામાં છે. ભારતીય જનતા પાર્ટીએ અહીંથી ડો. મહેન્દ્રનાથ પાંડેને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેઓ હાલમાં કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી છે. વીરેન્દ્રસિંહ સપામાંથી ચૂંટણી લડી રહ્યા છે.
સાતમા તબક્કામાં ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય મંત્રીઓમાં પંકજ ચૌધરી પણ સામેલ છે. ચૌધરી મોદી સરકારમાં નાણા રાજ્યમંત્રીની જવાબદારી નિભાવી રહ્યા છે.