ફાંસી પહેલા હવે કોર્ટમાં મધરાતવાળો હાઈ વોલ્ટેજ ડ્રામા નહીં થઈ શકે
બંધારણની કલમ 72 અંતર્ગત રાષ્ટ્રપતિના ફેસલાને ન્યાયિક સમીક્ષામાં કોઈપણ અદાલતમાં પડકારી શકાતો હવે
- Advertisement -
નવી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બિલ 2023માં રાષ્ટ્રપતિના જ અંતિમ ફેસલાની જોગવાઈ
ફાંસીની સજા પામેલાનો બચવનો આખરી રસ્તો પણ હવે બંધ થઈ જશે, આ મામલે સરકારે મોટી જોગવાઈ કરી છે, જે મુજબ ફાંસીના ફેસલા પર રાષ્ટ્રપતિના અંતિમ ફેસલાને ન્યાયાલયમાં પડકારી નહીં શકાય, રાષ્ટ્રપતિનો ફેસલો ફાઈનલ ગણાશે. જીહા, નવી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બિલ (બીએસએનએલ) 2023માં રાષ્ટ્રપતિના ફેસલાની ન્યાયિક સમીક્ષાને સમાપ્ત કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.
તેમાં સંવિધાનની ધારા 72 અંતર્ગત મોતની સજા માફ કરવા કે ઘટાડવાના અધિકારનો ઉપયોગ કરતા રાષ્ટ્રપતિના કોઈપણ આદેશની સામે અપીલનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે એટલે અદાલતોમાં રાષ્ટ્રપતિના ફેસલાની સમીક્ષા નહી કરી શકાય. બીએસએનએલ બિલની ધારા 473માં કહેવામાં આવ્યું છે
- Advertisement -
કે બંધારણના અનુચ્છેદ 72 અંતર્ગત રાષ્ટ્રપતિ આદેશ સામે કોઈપણ અદાલતમાં અપીલ નહી કરવામાં આવે અને આ ફેસલો અંતિમ ગણાશે. આ જોગવાઈથી ફાંસીની સજા પામેલા અપરાધીઓનો આખરી રસ્તો બંધ થઈ જશે. નવા વિધેયકની ધારા 473 એક જ કેસમાં મોતની સજા પામેલા અનેક અપરાધીઓની જુદી જુદી અરજીઓના કારણે થતા વિલંબની સંભાવનાઆને પણ ખતમ કરે છે. ચકચારી નિર્ભયા કેસમાં ચાર દોષીઓએ અલગ અલગ સમયસર પોતાની દયા અરજી કરી હતી, જેથી અંતિમ અરજી ફગાવવામાં મોડું થઈ ગયું હતું.