વરસાદને કારણે અંતિમ અને ત્રીજી મેચ રદ થઈ જતા ન્યૂઝીલેન્ડે ભારતે સામેની વનડે સિરિઝ 1-0થી જીતી લીધી છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ વન-ડે મેચની સિરીઝની છેલ્લી મેચ વરસાદને કારણે રદ થતા ન્યૂઝીલેન્ડે 1-0થી સિરીઝ જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે ન્યૂઝીલેન્ડને 220 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ન્યુઝીલેન્ડે 18 ઓવરમાં એક વિકેટના ભોગે 104 રન કર્યા હતા પરંતુ આ સમય દરમિયાન મેદાનમાં વરસાદ પડ્યો હતો અને ડકવર્થ લુઈસના નિયમ અનુસાર મેચનું પરિણામ મેળવવા માટે ઓછામાં ઓછી 20 ઓવરો નાંખવાની જરુર હતી, પણ વરસાદ એક કલાક અને ચાલીસ મિનિટ સુધી અટક્યો નહતો, ત્યાર બાદ અમ્પાયરોએ મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યુઝીલેન્ડ તરફથી ઓપનર ફિન એલને 54 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 57, ડેવોન કોન્વેએ 51 બોલમાં 6 ચોગ્ગા સાથે અણનમ 38 રન ફટકાર્યા હતા.
- Advertisement -
#INDvsNZ। न्यूजीलैंड ने भारत के खिलाफ तीन मैचों की ODI सीरीज 1-0 से जीत ली क्योंकि सीरीज का तीसरा और अंतिम मैच बारिश के कारण रद्द हो गया।
— ANI_HindiNews (@AHindinews) November 30, 2022
- Advertisement -
પહેલા બેટિંગ કરીને ભારત બનાવ્યાં 219 રન
ન્યુઝીલેન્ડના બોલરોએ ભારતને 47.3 ઓવરમાં 219 રનમાં ઓલઆઉટ કરી દીધું હતુ. વોશિંગ્ટન સુંદરે 64 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 51 રન કર્યા હતા, જ્યારે શ્રેયસ અય્યરે 59 બોલમાં 8 ચોગ્ગા સાથે 49 રનનું યોગદાન આપ્યું હતું.
3 મેચની સ્થિતિ
બન્ને દેશ વચ્ચેની 3 વનડેમા પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે સાત વિકેટથી વિજય મેળવ્યો હતો જ્યારે બીજી વનડે વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી અને ત્રીજીમાં વરસાદ વિલન બનતા તેને રદ કરી દેવાઈ હતી અને આ રીતે ન્યૂઝીલેન્ડ સિરિઝ વિજેતા બન્યું.