ફિલ્મ ‘ગદર 2’ એ પાંચમાં દિવસે (15 ઓગસ્ટના રોજ) રેકોર્ડબ્રેક કમાણી કરી છે. માનવામાં આવી રહ્યું છે કે, પ્રથમ સપ્તાહના અંત સુધીમાં આ ફિલ્મ જબરદસ્ત કમાણી કરી લેશે.
બોક્સ ઓફિસ પર ફરી એકવાર સની પાજી છવાઈ ગયા છે. સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ કમાણી મામલે શાનદાર પ્રદર્શન કરી રહી છે. 22 વર્ષ પછી તારા અને સકીનાની જોડીને ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મ ‘ગદર 2’ એ પાંચમાં દિવસે (15 ઓગસ્ટના રોજ) રેકોર્ડબ્રેક કમાણી કરી છે. માનવામાં આવી રહ્યું છે કે, પ્રથમ સપ્તાહના અંત સુધીમાં આ ફિલ્મ જબરદસ્ત કમાણી કરી લેશે.
- Advertisement -
15 ઓગસ્ટે ફિલ્મ ‘ગદર 2’એ એક નવો ઈતિહાસ રચી દીધો છે. સની પાજીની ફિલ્મ ‘ગદર 2’ સ્વતંત્રતા દિવસ પર સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ છે. સ્વતંત્રતા દિવસે ફિલ્મ ‘ગદર 2’ જોવા માટે થિયેટરોમાં દર્શકોની ભીડ ઉમટી પડી હતી. પાંચમાં દિવસે આ ફિલ્મનો શો હાઉસફુલ રહ્યો હતો.
#Gadar2 had its BIGGEST DAY on Tuesday.. Maintained unprecedented 90-100% occupancy throughout, would have minted ₹ 75 cr + had it released solo.. Enters ₹ 200 cr Club in Flat 5 Days !!
Day 1 – ₹ 40.10 cr
Day 2 – ₹ 43.08 cr
Day 3 – ₹ 51.70 cr
Day 4 – ₹ 38.70 cr
Day 5… pic.twitter.com/VJsuj6BlNk
- Advertisement -
— Sumit Kadel (@SumitkadeI) August 16, 2023
સ્વતંત્રતા દિવસે બનાવ્યો રેકોર્ડ
ફિલ્મ ‘ગદર 2’એ રિલીઝના પાંચમાં દિવસે સૌથી વધુ કમાણી કરી છે. સની દેઓલની ફિલ્મ ફિલ્મ ‘ગદર 2’એ 55.5 કરોડની શાનદાર કમાણી કરી છે. ફિલ્મ ‘ગદર 2’ની કુલ કમાણીની વાત કરવામાં આવે તો આ ફિલ્મે વૈશ્વિક સ્તરે 230 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
ફિલ્મ બાહુબલી અને સુલતાનને પણ પાછળ છોડી દીધી
આ આંકડાની સાથે સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર 2’એ પ્રભાસની ફિલ્મ ‘બાહુબલી 2’, સલમાન ખાનની ફિલ્મ ‘સુલતાન’ને પાછળ છોડી દીધી છે. પાંચમાં દિવસે સૌતી વધુ કમાણી કરનાર ફિલ્મના લિસ્ટમાં ગદર 2 બીજા સ્થાન પર છે અને આ લિસ્ટમાં શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન’એ સૌથી વધુ 58.5 કરોડની કમાણી કરી હતી.
ફિલ્મ ‘ગદર 2’ બ્લોકબસ્ટર સાબિત થઈ શકે છે
ફિલ્મ ‘ગદર 2’ જે પ્રકારે આગળ વધી રહી છે, તે જોઈને લાગી રહ્યું છે કે, આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થી શકે છે. આ ફિલ્મની કમાણીના આંકડા શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન’ કરતા પાછળ છે. ફિલ્મને દર્શકોનો બહોળો પ્રતિસાદ મળતા સની પાજી અને મેકર્સ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે.