ખાસ-ખબર ન્યૂઝ ઉના, તા.6
ઉના તાલુકાના દરીયાઇ કાંઠા વિસ્તારમાંથી ગેરકાયદે ખનિજ રેતી ચોરીને અટકાવવા જિલ્લા કલેક્ટરના આદેશથી ઉના મામલતદાર કચેરીના સ્ટાફની સયુંકત ટીમ દ્વારા ઉના તાલુકાના નવાબંદર, દેલવાડા, કાળાપાણ, તડ, નાલીયા માંડવી સહિત આજુબાજુના ગામમાંથી તપાસ હાથ ધરતાં ગેરકાયદે ખનિજ રેતી ભરેલા ટ્રેક્ટરો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજાના માર્ગદર્શન હેઠળ આજે ઉના મામલતદાર કચેરીના સ્ટાફની સયુંકત ટીમ દ્વારા ઉના તાલુકાના નવાબંદર, દેલવાડા, કાળાપાણ, તડ, નાલીયા માંડવી ગામ તરફ આકસ્મિત તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ચેકીંગ દરમ્યાન તાલુકાના તડ ગામેથી પસાર થતા ગેરકાયદેસર ખનીજ રેતી ભરેલી બે ટ્રેક્ટરો રોકાવી તપાસ કરતા રોયલ્ટી વગર ગેરકાયદેસર રીતે ખનીજ સાદી રેતીની હેરાફેરી કરતા 2 ટ્રેક્ટર ટ્રોલી સાથે મળી કુલ અંદાજીત કિં. રૂ.10 લાખની કિંમતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.