શહેરના મોરબી રોડ પર ગણેશનગરમાં રાત્રે બનેલો બનાવ
બે મહિલા, સગીર સહિત પાંચ શખ્સો સામે વિરુદ્ધ સામસામી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના મોરબી રોડ પર આવેલ ગણેશનગરમાં કુખ્યાત હિસ્ટ્રીશીટર ઈભલાની પત્ની અને બહેન વચ્ચે છુટા પથ્થરોથી મારામારી થતાં બંનેની સામસામી ફરીયાદ નોંધાઈ હતી.
મોરબી રોડ પર લાતી પ્લોટ ગણેશ નગરમાં રહેતાં નુરીબેન ઈબ્રાહીમભાઈ કાથરોટીયા ઉ.36એ યુસુબ ગફાર કટારીયા, યાસ્મીન યુસુબ કટારીયા, સલીમ ઉર્ફે દોલિયો યુસુબ કટારીયા અને એક સગીર સામે બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ઘરકામ કરે છે. છએક મહીના પહેલા તેમના પતિ ઇબ્રાહીમ ઉર્ફે ઇભલા ઉપર ઘરથી થોડે દુર રહેતા યોગેશભાઈ મકવાણાએ મારામારી તેમજ એટ્રોસીટીની ફરિયાદ કરતા હાલ તે જેલમાં છે. તેમજ તેણીનું પિયર મોરબી રોડ દારમીલના કારખાના પાસે આવેલ છે.
જ્યાં તેણીના સગા મોટાભાઈ યુસુબ કટારીયા તેના પરીવાર સાથે રહે છે. તેણીને અગાઉ તેની સાથે બોલાચાલી થયેલ હોય જેથી તેઓની સાથે બોલવાના વ્યવહાર નથી. તેમજ તેણીના પતિ ઇબ્રાહીમ ગઇ તા.27/10/2024 થી પેરોલ રજા ઉપર આવેલ હોય અને આજે તેને જેલમાં રજુ થવાનું છે. ગઈકાલે સાંજે પતિ ઇબ્રાહીમ તેમના ઘરે હતા ત્યારે તેમની ઉપર મારામારી, એટ્રોસીટીની ફરિયાદ કરનાર યોગેશભાઇના માતાએ કોઇ છોકરી મોકલી તેના ઘરે ફરીયાદ બાબતે સમાધાન કરવા બોલાવેલ જેથી તેણી એકલી લીલાબેનના ગણેશનગર લાતી પ્લોટ મેઇન રોડ આવેલ તેના ઘરે ગયેલ અને ત્યાં લીલાબેન સાથે સમાધાન બાબતે વાતચીત થયેલ અને દિવાળી બાદ ખુલતી કોર્ટમાં એટ્રોસીટીની ફરિયાદ બાબતે કોર્ટ મારફતે સમાધાન કરવાની વાતચીત થયેલ હતી. તેણી વાતચીત કરી સાંજના તેના ઘરમાંથી બહાર શેરીમાં નીકળતાં તેના મોટાભાઇ યુસુબ તેના પત્ની યાશ્મીનબેન, તેનો મોટો દિકરો સલીમ ઉર્ફે દોલીયો સહિતના શખ્સો શેરીમાં ઉભા હતાં. તેણી ત્યાંથી નીકળતા યુસુબ કહેવા લાગેલ કે, તું કેમ આ લોકો સાથે સમાધાન કરવા આવેલ તમારે સમાધાન કરવાનું થતું નથી જેથી તેણીએ જવાબ આપેલ નહી અને ત્યાંથી નિકળી તેના ઘરે જતી હતી તે દરમ્યાન ચારેય શખ્સો તેમની પાછળ આવી ભાઈ યુસુબે ગાળ આપી ફડાકો ઝીંકી દિધેલ હતો.તેમજ તેમની પત્ની અને બંને પુત્રોએ ઢીકાપાટુનો મુઢ માર મારવા લાગેલ અને તેના ભાઈ યુસુબે શેરીમા પડેલ પથ્થર વડે છુટો એક ઘા મારતાં તેમને નાક પર લાગતા લોહી નીકળવા લાગેલ અને શેરીમાં માણસો ભેગા થઈ જતાં ચારેય શખ્સો નાસી છૂટ્યા હતાં. તેણીએ ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
જ્યારે સામાપક્ષે મોરબી રોડ પર શાળા નંબર-77 સામે રહેતા યાસ્મીનબેન યુસુફભાઈ કટારીયા ઉ.35એ નુરીબેન ઈબ્રાહીમ કાથરોટિયા સામે વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે નાનો ભાઈ ઈબ્રાહીમ ઉર્ફે ઇભલો તેની પત્ની નુરીબેન તથા તેના સંતાન સાથે ગણેશનગરમાં રહે છે.
એક મહીના પહેલા યોગેશભાઈ મકવાણાએ મારામારી તેમજ એટ્રોસીટીની ફરિયાદ કરતા હાલ તે જેલમા છે. અગાઉ તેની સાથે બોલાચાલી થયેલ હોય જેથી તેઓની સાથે બોલવાના વ્યવહાર નથી ગત સાંજે તેણી ઘરે હતી તે દરમીયાન નાનો ભાઈ મહેમ્બુબભાઈ આમારે ઘરે આવેલ અને જણાવેલ કે, તમે ઇબ્રાહીમ ઉપર મારામારી તથા એટ્રોસીટીની ફરિયાદ કરનાર યોગેશભાઇના માતા લીલાબેન સાથે સમાધાન થવા દેતા નથી, કહેતાં તેને કહેલ કે, મે સમાધાન કરવાની ના પાડેલ નથી તમે કહેતાં હોય તો હુ તમારી સાથે લીલાબહેનના ઘરે આવુ બાદ તેના ઘરે તેમના પુત્ર સાથે લીલાબેનના ઘરે ગયેલ અને ત્યાં તેણીના ભાભી નુરીબહેન હાજર હતા ત્યારે હુ તેમના સમાધાન બાબતે ના પાડતી નથી અને તમારે સમાધાન થાય તો મને કોઈ વાંધો નથી તે બાબતે વાતચીત કરી તેના ઘરમાંથી બહાર શેરીમાં નીકળતાં ઈબ્રાહીમ ઉર્ફે ઇભલાની 5ત્ની નુરીબેન ત્યા શેરીમાં ઉભી હોય અને ત્યાંથી નીકળતા કહેવા લાગેલ કે, તું કેમ આ લોકો સાથે મારા પતિનુ સમાધાન કરવા દેતી નથી તેમ કહીં ગાળ આપી હાથ પગથી ઢીકા પાટુનો માર મારવા લાગેલ અને ત્યા શેરીમા પડેલ પથ્થરનો છુટો એક ઘા ઝીંકતા કાન ઉપર ઇજા પહોંચી હતી અને લોહી નીકળવા લાગેલ હતાં.બાદમાં તેણીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ અંગેની સામસામી ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.